અમદાવાદ(Ahmedabad)માં નવરંગ પુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલ(Shrey Hospital)માં ગત મોદી રાત્રે અચાનક આઇસીયુ વોર્ડમાં આગ લાગી હતી. આગમાં 8 કોરોના ગ્રસ્ત દર્દીઓના મોત નિપજ્યા હતા. જેને લઇ ગુરુવારે PM મોદીએ દુઃખ વ્યક્ત કરતા ઈજાગ્રસ્ત લોકોના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અને મૃત પામેલા દર્દીઓને 2 લાખ અને ઘાયલ થયેલ દર્દીઓને 50 હજાર રૂપિયાની સહાય આપવાની જાહેરાત કરી છે આ અંગે પીએમઓએ ટ્વીટ કરી જણાવ્યું.
મૃત્યુ પામેલા દર્દીઓને 2 લાખની સહાય
PMOએ એક ટ્વીટ કરીને કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં આગમાં મરનારાના પરિવારજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડમાંથી 2 લાખની આર્થિક મદદ કરવામાં આવશે. ઘાયલોને 50 હજારનું વળતર આપવામાં આવશે.
આ પહેલા પીએમ મોદીએ ટ્વીટ કરી કહ્યું કે અમદાવાદની હોસ્પિટલમાં થયેલી આગની દુઃખદ ઘટનાથી મન વ્યથિત થઈ ગયું છે. શોકમાં ગરકાવ પરિવારો સાથે મારી સંવેદના છે. ઘાયલો જલ્દી સ્વસ્થ્ય થઈ જાય તેવી કામના કરુ છું.’તેમણે કહ્યું કે મુખ્યમંત્રી વિજય રુપાણી અને અમદાવાદના મેયર બિજલબેન સાથે આ મુદ્દે તેમણે વાત પણ કરી હતી. અસરગ્રસ્તોને મદદ પહોંચાડવામાં આવશે.
CM વિજય રૂપાણીએ આપ્યા તપાસના આદેશ

ઉલ્લેખનીય છે કે AMC દ્વારા કોરોના દર્દીઓ માટે આ હોસ્પિટલ ઉભી કરવામાં આંવી છે. હોસ્પિટલના આઈસીયુમાં આગ લગતા 8 દર્દીઓના મોત નિપજ્યા હતા. અને 40 લોકોને બહાર કાઢી લેવામાં આવ્યા છે. આ અંગે સીએમ વિજય રુપાણીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસના રિપોર્ટ 3 દિવસમાં આપવા આદેશ કર્યો છે.
