રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા(State Police Chief Shivanand Zha) એક મોટો નિર્ણય છે. જેને લઇ પોલીસબેડામાં ખળભળાટ મચી ગઈ છે. શિવાનંદ ઝાએ તાબડતોડ પોલીસ ઓફિસરોની બદલી(Replacement) કરી નાખી છે જેમાં 34 પીઆઇ અને 50થી વધુ પીએસઆઇ સામેલ છે. શુક્રવારે આ અંગે ઓર્ડર જાહેર કરાયો હતો.
મળતી માહિતી મુજબ, રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ શુક્રવારે 34 પોલીસ ઈસ્પેક્ટરો અને 50થી વધુ પીએસઆઈની બદલીઓ કરવાનો આર્ડર આપ્યો હતો. મહત્વની વાત એ છે કે, પશ્ચિમ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા 5 પીઆઈની કચ્છ બહાર બદલી કરાઈ હતી તો, અન્ય જિલ્લામાંથી બે પીઆઇને પૂર્વ કચ્છમાં બદલી કરવામાં આવી છે.
આ પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી
- પશ્ચિમ કચ્છ પોલીસના નખત્રાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પીઆઈ જે.કે.રાઠોડની ગાંધીનગરમાં
- જખૌ મરીન પીઆઈ વી.કે.ખાંટની ખેડામાં
- મુંદરા પીઆઈ પી.કે.પટેલની અમદાવાદ શહેરમાં
- લોકલ ઈન્ટેલિજન્સ બ્રાન્ચમાં ફરજ બજાવતા બી.આર.ડાંગરની રાજકોટમાં
- નલિયા સર્કલ પીઆઈ એ.એલ. મહેતાની અમદાવાદ શહેરમાં
- અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પીઆઈ એમ.એમ.જાડેજા, ઈન્ટેલિજન્સ પીઆઈ એસ.એન. કરંગીયાની પૂર્વ કચ્છમાં
- અમદાવાદ શહેરમાં પીએસઆઈ તરીકે કાર્યરત યુવરાજસિંહ કે. ગોહિલ અને ભરૂચ પીએસઆઈ કાનજી રાણા જાટીયાની પૂર્વ કચ્છમાં
- પશ્ચિમ કચ્છમાં પાંચની સામે એક પણ સબ ઇન્સ્પેકટરને મુકાયા નથી
આ પણ વાંચો : Whatsapp ના આ ફિચરનો ઉપયોગ યુઝર માટે અસલામતી ભર્યો, ગૂગલ પાસે જઈ રહ્યા છે ડેટા
