અમદાવાદ મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર નીતિન સાંગવાનએ બરાબર રીતે મોઢું, નાક ઢંકાય તે રીતે જાહેરમાં માસ્ક પહેર્યું નહોતું. ચેકીંગમાં રહેલી ટીમના ધ્યાનમાં આવતા તરત ડેપ્યુટી કમિશનરને રૂ.1000 ની પહોંચ પકડાવી દેવામાં આવી હતી. ડે. કમિશનરે પણ રકઝક કર્યા વગર આ પહોંચને સ્વીકારી લીધી હતી.

અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે 32 સાયકલ વિરો અમદાવાદથી શાંતિ, સ્વાસ્થ્યનો મેસેજ લઈ દાંડી જવ નીકળ્યા હતા. ત્યારે ફ્લેગ ઓફ કાર્યક્રમમાં અમદાવાદ મ્યુ. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર નીતિન સાંગવાન પણ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં સાંગવાનએ ભૂલથી માસ્ક દાઢી પર પહેર્યો હતો, અને મોઢુને નાક બરાબર ઢાંકયા નહોતા.
આ પણ વાંચો : સ્ટેટ જીએસટીએ પણ બાયો ડિઝલ વિક્રેતાઓ પર પાછળ પાછળ નજર દોડાવી
આ કાર્યવાહીથી અમદાવાદ મહાનગર પાલિકાએ ગાઈડલાઈનનો ભંગ કરનાર સામે નિયમ મુજબ પગલાં લેવાશે તેવો મજબૂત સંદેશો આપ્યો છે.
