નવા મોટર વેહિકલ એક્ટ (New Motor Vehicle Act) ના હેઠળ ટ્રાફિક કોન્સ્ટેબલને વીજળી વિભાગના જુનિયર એન્જિનયરનું ચલાન કાપવું પોલીસ સ્ટેશન માટે મોંઘુ પડી ગયું. ગત દિવસે જેઈ (Junior Engineer) સોમ પ્રકાશ ગર્ગ વગર હેલ્મેટ સ્કૂટી પર જઈ રહ્યો હતો. ચાર રસ્તા પર તૈનાત હેડ કોન્સ્ટેબલ રાજેશ કુમારે તેને રોકી ગાડીના કાગળ બતાવવા કહ્યું જેઈએ તેનું ડ્રાઇવિંગ લાઇસેંસ અને આરસી બુક બતાવી.
પરંતુ તેની પાસે ઇન્શ્યોરન્સ અને પોલ્યૂશન સર્ટીફીકેટ (PUC) નહી હતું, ન તેણે હેલ્મેટ પહેર્યું હતું. ચલાન કાપતા હતા ત્યારે જેઇએ (Je) કહ્યું હું એક સરકારી કર્મચારી છું, તો પણ તેનું 3000 નું ચલાન કાપ્યું. જેથી જેઇ (Je) એ પોલીસ સ્ટેશનની વીજળી કપાવી નાખી.

હેડ કોન્સ્ટેબલ અને જેઈ (Je) વચ્ચે રસ્તા પર ઘણી બોલાચાલી પણ થઇ હતી, જેઇએ (Je) એવું પણ કહ્યું પોલીસ પણ ક્યાં નિયમોનું પાલન કરે છે. પોલીસ સ્ટેશનનું લાખોનું વીજળીનું બિલ ભરવું બાકી હતું અને તેની જાણ થતા જેઇએ (Je) લાઇનમેનને બોલાવી વીજળી કપાવી નાખી.
આખરે શું છે સત્ય?
આ અંગે ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ સ્ટેશનનું 27 હજારનું બિલ ભરવામાં નથી આવ્યું અને આ જ કારણે ત્યાંની વીજળી કાપવામાં આવી હતી.
