રાજ્યમાં પોલીસ ભરતીને ગૃહ વિભાગે લીલી ઝંડી આપી દીધી છે. જેને લઈને કુલ 7,610 જગ્યાઓ પર ભરતી પ્રક્રિયા કરવામાં આવશે. આ ભરતીને ટૂંક સમયમાં હાથ ધરાશે. રાજ્યમાં ગુનાનું પ્રમાણ ઘટાડવા ડીજીપીએ કરેલી દરખાસ્ત મુજબ બજેટમાં કુલ 10,506 જગ્યા મંજૂર કરાઈ હતી. આ માટે 115.10 કરોડની જોગવાઈ હતી. પરંતુ, કોરોના મહામારીના કારણે ભરતીના બજેટમાં 100 કરોડનો કાપ મુકાતાં 15.10 કરોડની જોગવાઈ મુજબ 7,610 જગ્યાની ભરતી કરવાની મંજૂરી અપાઈ છે. જેમાં નીચે દર્શાવેલી પોસ્ટ પર આટલા લોકોની ભરતી કરવામાં આવશે.
આ પોસ્ટ પર થશે ભરતી
- પોલીસ મહાનિરીક્ષક- 1
- પોલીસ અધિક્ષક – 3
- બિનહથિયારી નાયબ પોલીસ અધિક્ષક – 14
- હથિયારી નાયબ પોલીસ અધિક્ષક – 4
- મહિલા હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર – 1
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 383
- હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 107
- હથિયારી પોલીસ ઇન્સ્પેક્ટર – 52
- મહિલા હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર – 2
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર(એમટી) – 3
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (વાયરલેસ) – 30
- બિનહથિયારી એએસઆઈ – 325
- બિનહથિયારી હેડ કોન્સ્ટેબલ – 952
- બિનહથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 2130
- હથિયારી એએસઆઈ – 213
- હથિયારી હેડ કોન્સ્ટેબલ – 473
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ – 1795
- સિનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર – 10
- ઇન્ટેલિજન્સ ઓફિસર – 42
- આસિસ્ટન્ટ ઇન્ટેલિજન્સ ઓફિસર – 75
- રેડિયો ટેક્નિશિયન – 12
- કચેરી અધિક્ષક – 2
- અંગત મદદનીશ – 4
- મુખ્ય કારકૂન – 6
- સિનિયર ક્લાર્ક – 20
- જુનિયર ક્લાર્ક – 23
- વાયરલેસ મેસેન્જર – 3
- મહિલા એએસઆઈ – 4
- મહિલા હેડ કોન્સ્ટેબલ – 14
- મહિલા પોલીસ કોન્સ્ટેબલ – 10
- મેડિકલ ઓફિસર – 1
- ડોગ હેન્ડલર – 89
- સફાઇકામદાર – 49
- કેનાલ બોય – 14
- પટાવાળા – 16
- ફોલોવર્સ – 19
- ડ્રાઇવર – 600
