ભારતીય જીવન વીમા નિગમ (LIC)એ એમની આર્થિક સ્થિતિને લઇ સોશિયલ મીડિયા પર વાયરલ થતા સમાચારોને બેબૂનિયાદ બતાવ્યા છે. LIC પોલિસીધારકોને આશ્વાશન આપ્યું છે કે એમના પૈસા સુરક્ષિત છે અને એમના પર કોઈ નાણાકીય આફત નથી.
LIC તરફથી એ સ્પષ્ટિકરણ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા મેસેજ પછી આવ્યું. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે LIC ની આર્થિક સ્થિતિઅને નિવેશકોના પૈસા મુશ્કેલીમાં છે. આ મેસેજની અફવાને ફગાવી LICએ કહ્યું કે,
‘અમે આવી ખોટી અફવાઓનો અસ્વીકાર કરીયે છીએ અને અમે અમારા પોલિસી ધારકોની આર્થિક સ્થિતિ વિશે ખાતરી કરીયે છે તેઓ પ્રકારની ભ્રમિત ખબર પર ધ્યાન ન આપે, સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મેસેજ તદ્દ તથ્યહીન, ખોટા અને જાણીજોઈએ LICની ઇમેજને ખરાબ કરવા વાળા છે. આ મેસેજ પોલિસીધારકોના મન ભય પેદા કરે છે.’
કંપનીએ નિવેદનમાં કહ્યું કે, ‘વર્ષ 2018-19 દરમિયાન LIC એ એમના પોલિસીધારકોને સૌથી વધુ 50,000 કરોડ રૂપિયા જેટલું બોનસ આપ્યું છે. 31 ઓગસ્ટ સુધીમાં પોલિસી ચાલુ રાખવાના મામલામાં LICના માર્કેટ શેર 72.82%થી વધીને 73.06% થયા હતા. માર્ચ 2019માં LICના માર્કેટ શેર 66.24% હતા, જે ઓગસ્ટ 2019માં વધીને 73.06% થયા.’
સોશિયલ મીડિયા પર LICની આર્થિક સ્થિતિને લઇ ખોટા મેસેજ રિપોર્ટો પછી વાયરલ થયો, જેમાં કહ્યું હતું કે શેર બજારમાં વેચાણની અસર ઘણી કંપનીઓ પર પડી રહી છે અને છેલ્લા ઘણા મહિના થી LICનું શેર બજારમાં રોકાણ 57,000 કરોડ જેટલા રૂપિયાની માર પડી છે LIC એ જે કંપનીમાં રોકાણ કર્યું હતું તે કંપનીઓની બજાર મૂડી ઘણી નીચી જતી રહી છે