હાલમાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા વર્ગ-4 ની પ્યુન અને બેલીફ માટે પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં અનેક એવા ઉમેદવાર હતા. જે ઉમેદવાર માટે જોઈતી શૈક્ષણિક લાયકાત કરતા વધુ લાયકાત ધરાવે છે. વર્ગ-4 માં પ્યુન, પાણી આપવાના સેવક, બેલીફની ખાલી પડે;એ 1149 જગ્યા પર પરીક્ષા લેવામાં આવી હતી. આ 1149 ખાલી જગ્યા પર 1,59,278 અરજીઓ આવી હતી. આ આંકડાઓ પરથી ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં બેરોજગારીના પ્રમાણમાં થતો વધારો જાણી શકાય છે.
વર્ગ-4 ની આ જગ્યા પર નોકરી કરવા માટે બીડીએસ, બીએચએસએમ કરનારા 19 ઉમેદવારે અરજી કરી હતી, તેમાંથી સાત ઉમેદવારોએ પ્યુનની નોકરી સ્વીકારી છે. તેના ઉપરાંત માસ્ટર્સ ઇન લો, માસ્ટર્સ ઇન કોમર્સ, માસ્ટર્સ ઇન સાયન્સ થયેલા 5446 ઉમેદવારોએ અરજી કરી હતી. ગુજરાતમાં છેલ્લાં 10 વર્ષમાં બેરોજગારીમાં વધારો થઈ રહ્યો છે હોવાનું આ પરિણામ પરથી જાણી શકાય છે
આ પરિક્ષામાં વિવિધ પદવી ધરાવનાર જેમ કે ગ્રેજ્યુએટ 543, પીજી 119, ટેક્.ગ્રેજ્યુએટ 156, બીટેક, બીઇ 450 ના વિદ્યાર્થાઓની થઇ પસંદગી
વર્ગ-4 માં કોચિંગ સંચાલકોએ પણ આપી પરીક્ષા
GPSC ની પરીક્ષા માટે તૈયારી કરાવતા કલાસીસ સંચાલકોએ પ્યુન અને બેલિફની પરીક્ષામાં કેવા પ્રકારના પ્રશ્નો પુછાય તે તપાસવા માટે જાતે પરીક્ષા આપી છે. પરંતુ પરિણામના વેરિફિકેશના સમયે તેમણે નોકરી કરવા અસહમતી દર્શાવી હતી.
હાઇકોર્ટ જ્જના સમકક્ષ ઉમેદવારોની વર્ગ-4 માટેની અરજી
હાઇકોર્ટના જજ બનવા માટે એલએલએમની ડિગ્રી માન્ય ગણવામાં આવે છે. જ્જને સમકક્ષ ડિગ્રી ધરાવતા ઉમેદવારોએ હાઇકોર્ટમાં પ્યુનની પરીક્ષાએ પાસ કરી હતી અને પસંદગી થતા નોકરી કરવા માટે પણ તૈયારી દર્શાવી છે.
અનેક ઉમેદવારો એ જણાવ્યું હતું કે, આટલું ભણતર મેળવ્યા પછી પણ અમારે લાયક નોકરી અને પગાર મળતા નથી. આ સરકારી નોકરી હોવાથી અને ટ્રાન્સફરેબલ નોકરી નહીં હોવાથી છેવટે પ્યુન બનવા તૈયારી દર્શાવી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.