બેસ્ટ ઈલેક્ટ્રિસિટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટાટા કડુનામાં ગ્રિડ ફેઈલ થવાના કારણે વીજળીનો પુરવઠો અટકી ગયો છે. અસુવિધા માટે ખેદ છે. બાંદ્રા, કોલાબા, માહિમ વિસ્તારમાં સવારે 10 વાગ્યાથી લાઈટ નથી.
આ કામો પર અસર નહિ પડે
- મુંબઈમાં ઘણી જગ્યાઓ પર વિજળી જતી રહી પરંતુ NSE, BSE પર પાવર કટની બાવજૂદ ટ્રેડિંગ પર અસર નહીં પડશે.
- પાવર કટની વચ્ચે મુંબઇ એરપોર્ટ પર સંચાલન બરાબર ચાલી રહ્યું
- બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને NSEમાં પણ કામ ચાલુ
- કોવિડ હોસ્પિટલમાં પણ સામાન્ય કામગીરી થઇ રહી
ગ્રીડ ફેલ થતા વીજળી ઠપ
ગ્રિડ ફેલ થવાના કારણે આખા મુંબઈ રીજન (MMRDA) એટલે કે, મુંબઈ, થાણે, નવી મુંબઈ અને પનવેલ સહિત ઘણા વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો છે. જેનું એક મોટું કારણ ટાટાની વીજળી સપ્લાય ન હોવાનું જણાવાયું છે. ટ્રાન્સપોર્ટ(BSET)ના પ્રવક્તાએ પુષ્ટી કરી છે કે ગ્રિડમાં ખરાબીના કારણે શહેરમાં વીજ પુરવઠો ખોરવાયો છે. બેસ્ટ ઈલેક્ટ્રિસિટી તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટાટા કડુનામાં ગ્રિડ ફેઈલ થવાના કારણે વીજળીનો પુરવઠો અટકી ગયો છે.
લોકલ ટ્રેનો ઠપ
ગ્રિડ ફેઈલ થવાના કારણે મુંબઈ લોકલ પર અસર પડી છે. રેલવેના ચીફ પબ્લિકેશન રિલેશન ઓફિસરે કહ્યું કે ગ્રિડ ફેલ થવાના કારણે મુંબઈ લોકલ ટ્રેનની સેવા રોકવામાં આવી છે. વીજળી આવતા સેવા ફરી શરુ કરવામા આવશે.
આ પણ વાંચો : ગુગલ ગણાવી રહ્યું છે વિરાટ કોહલીની પત્ની અનુષ્કાને બીજાની પત્ની, જાણો આખો મામલો
