ભારતમાં મોદી સરકારની મહત્વપૂર્ણ અને બહુચર્ચિત પ્રધાનમંત્રી જનધન યોજનાને આજે શુક્રવારે 6 વર્ષ પૂરા થઈ ગયા છે. આ યોજનાને નરેન્દ્ર મોદીએ સત્તામાં આવ્યા બાદ જાહેર કરી રહી. આ મહત્વપૂર્ણ યોજનાનો મુખ્ય હેતુ દરેક લોકોના બેન્કમાં ખાતા ખોલવાનો હતો. આ યોજનાના 6 વર્ષ પુરા થયા હોવાથી PM મોદીએ ટ્વીટ કરી લોકોને શુભેચ્છાઓ પાઠવી છે તેમજ યોજનાની અગત્યની વિગતો લોકો સાથે શેર કરી છે.

PM મોદીએ કર્યું ટ્વીટ
PM મોદીએ ટ્વિટમાં જણાવ્યું છે કે, ‘આજથી 6 વર્ષ પહેલા પ્રધાનમંત્રી જનધન યોજનાને લોન્ચ કરવામાં આવી હતી જેનો હેતુ લોકોને બેન્કિંગ સિસ્ટમ સાથે જોડવાનો હતો. આ એક ગેમ ચેન્જર સાબિત થઈ છે. આ યોજનાએ ગરીબીમાં ફસાયેલા લોકોને ફાયદો પહોંચાડવાનું કામ કરવામાં આવ્યું. પ્રધાનમંત્રી જનધન યોજનાના કારણે કરોડો પરિવારોનું ભવિષ્ય સુરક્ષિત થયું છે. આ યોજનામાં મુખ્યતઃ લોકો ગ્રામીણ વિસ્તારના લોકોએ વધુ લાભ લીધો છે અને મહિલાઓએ પણ લાભ લીધો છે. જેમણે આ યોજના માટે કામ કર્યું છે. હું તેમને શુભેચ્છા પાઠવું છું.’
આ પણ વાંચો : કોરોનાની અસરથી GST પણ ન રહ્યું બાકાત, વર્તમાન નાણાકીય વર્ષમાં આટલું નુકશાન થયાનો કેન્દ્ર સરકારે કર્યો ખુલાસો
PM મોદીએ આ યોજના સાથે જોડાયેલા અમુક તથ્યો શેર કરી યોજનાની વ્યાપકતા દર્શાવી
- ઓગસ્ટ 2020 સુધી આ યોજના અંતર્ગત 40.35 કરોડ બેન્ક ખાતા ખોલવામાં આવ્યા છે.
- જેમાં 55 % ખાતા મહિલાઓના અને 44 % અન્ય લોકોના નામે છે.
- આ યોજના અંતર્ગત ખોલવામાં આવેલા ખાતામાંથી 64 % ખાતા ગ્રામીણ વિસ્તારોના છે, જ્યારે ફક્ત 36 % શહેરી વિસ્તારોમાં છે.
- આ યોજનામાં ઝીરો બેલેન્સથી ખાતું ખુલે છે અને તેમાં 2 લાખની દુર્ઘટનો વીમો અને ડેબિટ કાર્ડની સુવિધા મળે છે.
