5 જૂન શુક્રવાર એટલે કે આજે ચંદ્રગ્રહણ દેખાવાનું છે. આ ગ્રહણ રાતના 11 વાગ્યાને 16 મિનિટ થઈ લઈને 2 વાગ્યા 32 મિનિટ સુધી રહેશે. ધાર્મિક માન્યતાઓ પ્રમાણે ચંદ્રગ્રહણ સૂતક કાળમાં શરૂ થઈ રહ્યું હોવાને લીધે ગર્ભવતી મહિલાઓએ કેટલીક ખાસ વાતોનું ખાસ ધ્યાન રાખવા જેવું છે.
ભારતમાં દેખાનારું આ ચંદ્રગ્રહણ ઉપછાયા ચંદ્ર ગ્રહણ છે, જેને કારણે આ સૂતક કાળ સામાન્ય નહીં હશે. ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાએ પોતાના થનારા બાળક પર ગ્રહણની અસર ના થાય તેની ખાસ તકેદારી રાખવી પડશે.

ગ્રહણ દરમિયાન ગર્ભવતી મહિલાઓએ ભગવાનના નામનું સ્મરણ કરવું જોઈએ. ધાર્મિક માન્યતા પ્રમાણે ગ્રહણના કાળમાં મંત્ર જાપ કરવો જોઈએ. ગ્રહણ પતી ગયા પછી મહિલાઓએ સ્નાન કરવું જોઈએ. નહાતી વખતે પાણીમાં થોડું ગંગાજળ પણ નાખવું જોઈએ.
ગ્રહણની અસર પતી ગયા પછી ઘરમાં દરેક જગ્યાએ ગંગાજળનો છંટકાવ કરવો જેથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જશે. ગ્રહણ દરમિયાન મહિલાઓએ પોતાની પાસે એક નારિયેળ રાખવું જોઈએ. માનવામાં આવે છે કે નારિયેળ રાખવાથી નકારાત્મકતા આવતી નથી.
ગ્રહણ પતી ગયા પછી ભગવાનને ગંગાજળથી સ્નાન કરાવવું જોઈએ. ગર્ભવતી મહિલાએ ગ્રહણ દરમિયાન કપડાઓની સિલાઈ ન કરવી. આ ઉપરાંત ગ્રહણ વખતે ચંદ્રને જોવાનું ટાળવું જોઈએ. આ સિવાય ભગવાનની મૂર્તિને પણ સ્પર્શ કરવો નહીં. ધાર્મિક માન્યતા પ્રમાણે ગર્ભવતી મહિલાઓએ ભોજન કરવું જોઈએ નહી અને શક્ય હોય તો પાણી પણ પીવાનું ટાળવું જોઈએ. જો તબિયત સારી ન હોય તો ફળ અને પાણી પી શકે છે.
