ભારતમાં સૌથી વધુ જોવાયેલી વેબસિરીઝ મિર્ઝાપુરનો સિઝન-2 રિલીઝ કરવામાં આવ્યો છે. જેની અનેક લોકો રાહ જોઈ રહ્યા હતા. જે લોકોને ખૂબ પસંદ આવ્યું છે. લોકો એ સોશિયલ મીડિયા પર એને સારા રિવ્યુઝ પણ મળી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વેબસિરીઝનો ત્રીજુ સિઝન બનાવવામાં આવી રહ્યું છે.

બોલીવૂડ હંગામાના રિપોર્ટ અનુસાર એમેઝોન પ્રાઈમના સૂત્રો એ જણાવ્યું છે કે ‘મિર્ઝાપુર’ ના ત્રીજા સિઝનની તૈયારીઓ શરૂ છે. કહેવામાં આવે છે કે પહેલા સિઝન કરતા બીજા સિઝનનો બજેટ ડબલ હતો. તેમજ બીજા સિઝન માટે દરેક એક્ટરને ડબલ ફી આપવામાં આવી હતી. પહેલા સિઝનથી જ પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દ્ર શર્મા ના કાલીન ભૈય્યા, ગુડ્ડુ પંડિત અને મુન્ના કોઈપણ મોટી એક્શન ફિલ્મના લીડ હીરોઝ કરતા ઓછા પોપ્યુલર નથી. એટલે એમને વધારે ફી આપવી સામાન્ય છે.
મિર્ઝાપુરના પહેલા સિઝનનો બજેટ માત્ર 12 કરોડ હતો. જ્યારે બીજા સિઝનનો બજેટ અંદાજે 60 કરોડના આસપાસ હતું. ત્રીજા સિઝનમાં આ બજેટમાં 30 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.