દેશમાં કોરોના(corona)નો આંકડો 15 લાખ નજીક પહોંચી ગયો છે. ત્યારે દેશમાં જાહેર કરાયેલ અનલોક 2 (Unlcock 2) 31મી જુલાઈના રોજ પૂરું થઇ રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા અનલોક-3ની તૈયારી શરુ કરી દેવામાં આવી છે. ત્યારે વધતા કેસોને ધ્યાનમાં રાખની કેટલીક જગ્યાએ આપવામાં આવેલી છૂટછાટ પાછી પણ ખેંચાઈ શકે છે.
જિમ અને થિયેટરો ખોલવાની મળી શકે મંજૂરી
અનલોક 2માં ધાર્મિક સ્થળો અને મોલ ખોલવાની મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે અનલોક 3માં જિમ અને થિયેટરો શરુ થવાની શક્યતા જોવાઈ રહી છે. મળતી માહિતી મુજબ થીએટર સંચાલકો માટે 25 ટકા સીટો સાથે થીએટર ખોલવા માટેની પરવાનગી આપવામાં આવી શકે છે. થિએટરોના સંચાલકો 50 ટકા સીટો સાથે શરૂ કરવા માટે સહમત છે. માટે સંચાલકો સરકારના આ નિર્ણયથી નારાજ દેખાઈ રહ્યા છે. અનલોક 3માં થિયેટરો ખોલવા ગૃહ મંત્રાલયને પ્રસ્તાવ મોકલાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં 200 થિયેટરો હાલ પાંચ મહિનાથી સંપૂર્ણ બંધ છે.
શાળા કોલેજો બંધ રહેશે
કેન્દ્ર સરકાર દ્વારા અનલૉક-3માં મલ્ટિપ્લેક્સ, સિંગલ સિનેમા હૉલ અને જિમ ખોલવાની મંજૂરી મળી શકે છે. જો કે દેશભરમાં શાળાઓ, મેટ્રો પહેલાની જેમ જ બંધ રહેશે. શાળા-કોલેજો ખોલવા પર શરૂઆતમાં વિચાર કરાયો હતો, પરંતુ કોરોના સંક્રમણ વધતાં ચિંતિત સરકાર હજુ શૈક્ષણિક સંસ્થાઓ બંધ જ રાખી શકે છે. પીએમ નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી. વધતા કેસો અને અનલોક-3 અંગેની ચર્ચા કરી હતી.
આ પણ વાંચો : સુરતની ધોરણ 10માં અભ્યાસ કરતી બે વિદ્યાર્થીનીએ કરી બતાવ્યું એવું કામ, NASAએ પણ લીધો રિપોર્ટ
