અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે. ત્યારે અમેરિકામાં હાલ ડોનાલ્ડ ટ્રમ્પ અને બિડન વચ્ચે પ્રેસિડેન્ટલ ડિબેટ અંતિમ ચરણમાં છે. ડોનાલ્ડ ટ્રમ્પ આ વર્ષે ચૂંટણી પ્રચારમાં કંઈક અલગ જ અંદાજમાં જોવા મળી રહ્યા છે. ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એક ચૂંટણી સભા દરમિયાન સ્ટેજ પર ડાન્સ કરતાં જોવા મળ્યા હતા.
I never expected my first dance tiktok would be about Trump 🤡 #trump pic.twitter.com/yZ46fMO3Aq
— young kaiju 🌙 ❤️ 🖤 (@young_kaiju) October 20, 2020
‘ટ્રમ્પ ડાન્સ ચેલેન્જ’
ડોનાલ્ડ ટ્રમ્પનો આ હળવાશ સાથેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યો છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે ટ્રમ્પના આ ડાન્સની ચેલેન્જ શરુ કરી છે. ટ્રમ્પનો કેમ્પેઈન સ્ટાફ તથા પરિવારજનો પણ વિવિધ ક્લિપ્સ અને કોપીકેટ્સને પ્રમોટ કરી રહ્યા છે. જેને ‘ટ્રમ્પ ડાન્સ ચેલેન્જ’ એવું નામ આપવામાં આવ્યું છે.

અંતિમ ડિબેટ ચાલુ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડન વચ્ચે રાષ્ટ્રપતિની ચૂંટણીની અંતિમ ડિબેટ ચાલી રહી છે. કોરોના સંકટ વચ્ચે અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે પ્રચાર ચરમ સીમા પર છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બિડન મતદાતાઓને લુભાવવા અનેક સંભવ પ્રયાસ કરી રહ્યા છે.
આ પણ વાંચો : GTUમાં શરુ કરાયો આ નવો કોર્સ