અસામાજિક તત્વો સાથે જોડાઈને RTIની ખોટી ખોટી અરજી કરી લોકોને હેરાન કરીને તોડપાણી કરતા સેવાદળના પ્રમુખ ધર્મેશ મિસ્ત્રીની હકાલપટ્ટી કરવામાં આવી છે. મિસ્ત્રીને આ અગાઉ પણ કડક ચેતવણી અપાઈ હતી. મિસ્ત્રીના અસામાજિક કાર્યોના કારણે તેમને પ્રમુખ પદેથી ત્વરિત ધોરણે હટાવામાં આવ્યા છે. તેમના સ્થાને સંતોષ સખારામ પાટીલની નિમણુંકનો આદેશ આપવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મુળદ ટોલ પ્લાઝા પર ટેમ્પો ચાલકે કર્યો કર્મચારી પર જીવલેણ હુમલો
કોંગ્રેસ પ્રવક્તા કિરણ રાયકાએ જણાવ્યું હતું કે, મિસ્ત્રી અસામાજિક તત્વો સાથે સંબંધ ધરાવતો હતો. તાપી કિનારે ભરાતા બજારમાં તે સામાન્ય લોકો પાસે દાદાગીરીથી હપ્તા ઉઘરાવે છે. તેમણે RTIનો પણ ખોટો ઉપયોગ કર્યો હતો. તે રાજકીય પાર્ટી સાથે જોડાયેલા કાર્યકરો સાથે પણ અસભ્ય વર્તન કરતા હતા. અગાઉ તેમને 2-3 ચેતવણી આપ્યા બાદ પણ તેમના વર્તનમાં કોઈ સુધારો ન જણાતા મિસ્ત્રીને પ્રમુખ પદેથી હકાલપટ્ટી કરવાનો નિર્ણય લેવાયો છે.
