દવા કંપનીઓનું વેચાણ સપ્ટેમ્બરમાં એક વાર ફરી સુધર્યું પણ આ વધારા સાથે ભાવમાં વધારો ન અટક્યો. કોરોના મહામારી દરમિયાન જ્યારે સામાન્ય લોકો હોસ્પિટલ કે ક્લિનિક જવાથી ડરી રહ્યા હતા ત્યારે ડોક્ટરની પ્રિસ્ક્રાઈબ્ડ દવાનું વેચાણ ઘટ્યું, એવામાં સ્થાનિક બજારમાં જથ્થાબંધ વેચાણની ગતિ પણ ઘટી ગઈ. જો કે આંકડાઓ પર નજર કરીએ તો જાણવા મળે છે કે જથ્થાબંધ વેચાણની ગતિ પણ ધીમી પડી રહી છે અને આ સપ્ટેમ્બરમાં વાર્ષિક આધારે 4 ટકા ઘટ્યું જ્યારે ઓગસ્ટમાં આમાં 9.2 ટકાનો ઘટાડો આવ્યો હતો.
રાષ્ટ્રીય યાદીથી બહારની દવાઓ પર કંપનીઓને વાર્ષિક 10 ટકા સુધી ભાવ વધારાની પરવાનગી
મોતીલાલ ઓસ્વાલના વિશ્લેષકોએ જણાવ્યું હતું કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વોલ્યુમ ગ્રોથ વાર્ષિક ધોરણે 6.5 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે ભાવ વધારો 4.6 ટકા હતો. એડલવાઈઝ સિક્યોરિટીઝના વિશ્લેષક કૃણાલ રાંદેરીયાએ પણ તાજેતરની નોંધમાં કહ્યું હતું કે ક્વાર્ટરના માર્જિન ભાવ વધારાથી આગળ વધશે. તેમણે કહ્યું કે, જથ્થાબંધ વેચાણની ગતિને પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે, તેથી કિંમતમાં એક પોઇન્ટના વધારા સાથે માર્જિન વધવાની ધારણા છે. આવશ્યક દવાઓની રાષ્ટ્રીય યાદીથી બહારની દવાઓ પર કંપનીઓને વાર્ષિક 10 ટકા સુધી ભાવ વધારાની પરવાનગી છે. આવશ્યક દવાઓમાં ભાવ વધારો જથ્થાબંધ ભાવ વૃદ્ધિ મૂલ્ય સૂચકાંકથી નક્કી થાય છે.
વાર્ષિક વૃદ્ધિનો ભાર ગ્રાહકો પર નથી.
મલ્ટિનેશનલ કંપની સાથે કામ કરનારા ઉદ્યોગના દિગ્ગજોએ જણાવ્યું હતું કે, મોટા ભાગની કંપનીઓ ભાવમાં 10 ટકા વાર્ષિક વૃદ્ધિનો ભાર ગ્રાહકો પર નથી નાખતી કેમ કે ભાવ નિયંત્રણ હેઠળ રહે છે. જ્યાં સુધી કોઈ કંપની પાસે બજારમાં મહત્વપૂર્ણ બ્રાન્ડ અથવા સારી રીતે સ્થાપિત બ્રાન્ડ નથી, ત્યાં સુધી કોઈ પણ સામાન્ય રીતે ગ્રાહકો પર વૃદ્ધિનો ભાર મૂકે નાખે.
ગ્લેનમાર્ક, અજંતા ફાર્મા અને સિપ્લા જેવી કંપનીઓમાં વૃદ્ધિ
મોતીલાલ ઓસ્વાલના વિશ્લેષકોએ એમ પણ કહ્યું હતું કે બિન-આવશ્યક દવાઓની કિંમતમાં વાર્ષિક ધોરણે 8.8 ટકાનો વધારો થયો છે, જ્યારે આવશ્યક દવાઓના ભાવમાં 6.6 ટકાનો વધારો થયો છે. ગ્લેનમાર્ક, અજંતા ફાર્મા અને સિપ્લા જેવી કંપનીઓમાં વૃદ્ધિ નોંધાઈ છે. ગ્લેનમાર્ક તેની એન્ટી વાયરલ ડ્રગ ફેવિપિરાવિરની માંગ પર સવાર છે. આવી સ્થિતિમાં, ગ્લેનમાર્કે ઉદ્યોગના બીજા વલણને ઉલટાવી દીધા અને આમ ક્રોનિક દવાને બદલે ફેવિપીરવીરના આધારે એક્યૂટ થેરેપીની ગતિ વધારી. અન્ય કંપનીઓના એક્યૂટ થેરેપીનું વેચાણ ક્રોનિક દવાઓ કરતા નબળું રહ્યું છે. ક્રોનિક દવાઓ હ્રદય અને ડાયાબિટીઝની સારવાર માટેની દવાઓ સ્થાનિક બજારની ગતિમાં ફાળો આપી રહી છે કારણ કે દવાઓના નવા પ્રિસ્ક્રિપ્શન લગભગ બંધ છે. દેશની સૌથી મોટી ફાર્માસ્યુટિકલ કંપની સન ફાર્માએ સપ્ટેમ્બરના વેચાણમાં 1.8 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો.