આજે દુનિયાંની સૌથી લાંબી હાઇવે ટર્નલનું પ્રધાનમંત્રી મોદીએ ઉદ્ઘાટન કર્યું. આ ટર્નલ હિમાચલ પ્રદેશના રોહતાંગમાં બનાવવામાં આવી છે. જેના ખુલવાથી મનાલી અને લેહ વચ્ચેનું અંતર 46 કિમી ઓછું થઇ જશે. અટલ ટર્નલ દુનિયાની સૌથી લાંબી રાજમાર્ગ અટલ છે અને 9.02 લાંબી ટર્નલ આખું વર્ષ મનાલીને લાહૌલ સ્પીતિ ઘાટી સાથે જોડી રાખશે. પહેલા ઘાટી છ મહિના સુધી ભરી બરફના કારણે વિશેષ ભાગોથી કપાયેલી રહેતી હતી. ટર્નલને હિમાલયના પીર પંજાલની પર્વત શૃંખલાઓ વચ્ચે અત્યાધુનિક વિશિષ્ઠતાઓ સાથે સમુદ્ર તળથી નજીક 3 હજાર કિલોમીટરની ઊંચાઈ પર બનાવવામાં આવી છે.
‘અટલ ટર્નલ’ની ખાસિયત
- અટલ ટર્નલનો દક્ષિણી પોર્ટલ મનાલીથી 25 કિલોમીટર દૂર 3060ની ઊંચાઈ પર બન્યો છે. જયારે ઉત્તરી પોર્ટલ 3071 કિલોમીટર ઊંચાઈ પર લાહૌલમાં તેલિંગ, સીસું ગામ નજીક સ્થતિ છે.
- ઘોડાની નાળના આકાર વાળી બે લેન વાળી ટર્નલ આઠ મીટર પહોળો રસ્તો છે જેની ઊંચાઈ 5.523 મીટર છે

- અટલ ટર્નલની ડિઝાઇન પ્રતિદિવસ ત્રણ હજાર કાર અને 1500 ટ્રક માટે તૈયાર કરવામાં આવી છે જેમાં વાહનોની મહત્તમ ગતિ 80 કિલોમીટર પ્રતિ કલાક હશે
- આ ટર્નલમાં અગ્નિ શામન, રોશની અને સર્વેલન્સના તમામ આયોજનો કરવામાં આવ્યા છે.
- 3200 કરોડમાં તૈયાર થયેલ આ ટર્નલમાં બંને બાજુના દ્વારોમાં બેરીયર લાગેલ છે
- ઇમર્જન્સીમાં વાતચીત માટે 150 મીટર પર ટેલિફોન અને દર 60 મીટર પર અગ્નિશામક યંત્ર લગાવવામાં આવ્યા છે.

- ઘટનાની જાણકારી માટે દર અઢીસો મીટર ઓર સીસીટીવી કેમેરા અને દર કિલોમીટરે હવાની ગુણવત્તા દેખરેખ સિસ્ટમ લગાવવામાં આવી છે.
- દર 25 મીટર પર ઇમર્જન્સી નિકાસના સંકેત માટે તથા આખી ટર્નલમાં બ્રોડકાસ્ટિંગ સિસ્ટમ લગાવવામાં આવી છે.
- ટર્નલમાં દર 60 મીટર પર કેમેરા લગાવાયા છે.
આ પણ વાંચો : આ વર્ષે શિયાળો પણ ઠંડીના રેકોર્ડ તોડશે, જાણો શું કહ્યું હવામાન વિજ્ઞાનીઓએ
અટલ બિહારી વજપાયી સરકારે કરી હતી શરૂઆત

અટલ બિહારી વાજપેયીની સરકારે રોહતાંગ પાસ નીચે વ્યૂહાત્મક રૂપથી મહત્વપૂર્ણ આ ટર્નલનું નિર્માણ કરાવવાનો નિર્ણય કર્યો હતો અને ટનલને દક્ષિણી પોર્ટલ પર સંપર્ક માર્ગ આધારશિલા 26 મે 2002માં મુકવામાં આવી હતી. શેરીનાળા ઝોનમાં 587 મીટર ક્ષેત્રમાં ટર્નલ બનાવવાનું કામ ઘણું પડકાર ભર્યું હતું. અને એને 15 ઓક્ટોબર 2017ના રોજ પૂરું કરવામાં આવ્યું. મોદી સરકારે ડિસેમ્બર 2019માં પૂર્વ પ્રધાનમંત્રીના સન્માનમાં આ ટર્નલનું નામ અટલ ટર્નલ રાખવાનો નિર્ણય કર્યો. ટર્નલનું 40 ટકા કાર્ય છેલ્લા બે વર્ષમાં કરવામાં આવ્યું અને એનું નિર્માણ પર 3200 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો.
આ પણ વાંચો : ઓગસ્ટની તુલનામાં સપ્ટેમ્બરમાં કેસો વધ્યા, પરંતુ આ છે રાહતના સમાચાર
