જો તમને એકદમ સિલ્કી વાળ જોઈતા હોય તો તમારા માથાની સંભાળ રાખવી ઘણી જરૂરી છે. તો હવેથી જ્યારે પણ હેર સ્પા કે હેર માસ્ક લગાવો તો પ્રિયંકા ચોપરાએ હાલમાં આપેલો આ નુસ્ખો જરૂરથી ટ્રાય કરજો.
એર પોલ્યુશન અને સૂરજના યુવી કિરણોને લીધે આપણા વાળની ક્વોલિટી ઘણી ખરાબ થઈ જતી હોય છે. આથી આપણે વાળને સુંદર અને સિલ્કી બનાવવા માટે વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ કરાવતા હોઈએ છે. વાળ માટે સૌથી મહત્ત્વનું છે માથાની સંભાળ. માથાની સંભાળ માટે દુનિયાભરમાં જાણીતી એવી સેલિબ્રિટી પ્રિયંકા ચોપરા જોનસે તેના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તેના મોમના હેર માસ્કનો નુસ્ખો શેર કર્યો છે. તેણે વિડીયોમાં કહ્યું છે કે આ માસ્કથી માથામાંથી ખોળો દૂર થશે અને તમારા વાળ સિલ્કી બનશે.
હેર માસ્ક માટેની સામગ્રીઃ
2 ચમચી દહીં
1 ચમચી મધ
1 ઈંડુ
બનાવવાની રીતઃ
એક બાઉલમાં બધી સામગ્રીને ભેગી કરી સરખી રીતે મિક્સ કરી લો. આ માસ્કને તમારા માથામાં લગાવો અને ધીમે ધીમે સમાજ કરો. મસાજ કર્યા પછી 30 મિનીટ સુધી રહેવા દો અને પછી માઈલ્ડ શેમ્પૂથી વાળ ધોઈ નાખો.
દહીં:
હેર માસ્ક માટેની આ ત્રણેય સામગ્રી વાળ માટે ઘણી ફાયદાકારક છે. દહીંના શરીરની સાથે તમારા વાળ માટે પણ ઘણું મદદગાર નીવડે છે. દહીંમાં રહેલું લેક્ટીક એસિડ તમારા સ્કેલ્પને ક્લિન કરવામાં મદદ કરે છે. તેની સાથે તે ડ્રાય ડેડ સ્કીનને દૂર કરવાની સાથે વાળના ગ્રોથમાં મદદ કરે છે.

મધ:
મધ તમારા વાળને ગ્રોથ, કન્ડીશન અને સાઈન કરવામાં મદદ કરે છે. તે સ્કાલ્પને સાફ કરવામાં મદદગાર બને છે. તમારા વાળમાંથી ધૂળ, ડેન્ડરફ, ઓઈલ દૂર કરે છે.

ઈંડુ :

ઈંડામાં રહેલું વિટામીન વાળને ડેમેજ થતા અટકાવે છે અને વાળને લાંબા થવામાં મદદ કરેછે. ઈંડુ નાખવાથી વાળમાં ચમક પણ વધે છે. ઈંડુને વાળ માટેનું સુપરફૂડ માનવામાં આવે છે.
