સુરત જિલ્લામાં મદદનીશ નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન ગ્રાહક સુરક્ષાએ અધિકારી બી.આર.વિશાણાનાં માર્ગદર્શન હેઠળ સપ્ટેમ્બર-20 માસમાં વેપારી/એકમોની ઓચિંતી તપાસણી કરી વજનમાપ તથા પી.સી.આર. કાયદાના ભંગ બદલ સુરત અને તાપી જિલ્લાના 2522 વેપારી એકમોની ચકાસણી અને મુંદ્રાકનની કામગીરી હાથ ધરી રૂ.22,77,980 ની સરકારી ફી વસુલ કરવામાં આવી હતી.આ માસમાં કુલ 44 વેપારી/એકમો સામે પ્રોસિક્યુશન કેસ રૂ.32,400 નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. આ દંડ ગ્રાહકો પાસેથી છાપેલી કિંમત કરતા વધુ કિંમત લેવા, વજન કરતાં ઓર્છુ આપવું. જેવી અનેક રીતે ગ્રાહકોની છેતરપિંડી કરનારાઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

- કચેરીના વિભાગીય નિરીક્ષકો દ્વારા શહેર તથા જિલ્લામાં સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું. જેમાં ચાપેકી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે ત્રણ એકમોમાં ગેરરીતી જણાતા. ત્રણેય એકમો સામે “ઘી પેકેઝ કોમોડિટીઝ રૂલ્સ” અંતર્ગત પ્રોસિક્યુશન કેસ કરી દંડ વસુલવામાં કરવામાં આવ્યો હતો જેમાં
- ભાટીયા કોમ્યુનિકેશન & રિટેઇલ, શોપ નં. 130 થી 132, આંબેડકર શોપિંગ સેન્ટર, રિંગરોડ, સુરત સામે મોબાઈલ પર છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે રૂા.હજાર,
- ગોપાલ પાન & કોલ્ડ્રીંક્સ, પી.પી સવાણી સ્કુલની બાજુમા, હીરાબાગ સામે સ્પ્રાઇટ સોડાની બોટલ પર છાપેલી કિંમત કરતા વધુ ભાવ લેવા બાબતે રૂા.બે હજાર અને
- રોયલ સુપર માર્કેટ, મુ.ડોલવણ, તાપી સામે ટોસ્ટના પેકેટ પર એમ.આર.પી. પર છેકછાક બદલ રૂા. બે હજાર મળી કુલ રૂ બાર હજારનો દંડ
આ ઉપરાંત એમ.એસ.પાનવાલા, સોપારી ગલી, ચોકબજારમાં આવેલી ઈલેક્ટ્રોનિક સ્કેલ નિયત સમયમર્યાદામા ચકાસણી મુદ્રાંકન કરાવ્યુ ન હોવાથી ધી લીગલ મેટ્રોલોજી એક્ટ હેઠળ પ્રોસિકયુશન કેસ કરી રૂ.5,000 નો દંડ વસુલ કરાયો હતો.

વેક્યુમ ક્સીનરના ગ્રાહકને મળ્યો ન્યાય
કચેરી દ્વારા ગ્રાહક સુરક્ષા ધારા-1986 હેઠળ જહાંગીરાબાદમાં રહેતા એક ફરિયાદી શ્રેય કોસંબીએ Eurekaforbes.com (યુરેકા ફોર્બ્સ) પરથી વેક્યુમ ક્લીનર ઓનલાઈન ખરીદ્યું હતું. અનિવાર્ય કારણોસર તેઓએ આ ઓર્ડર રદ કરાવ્યો હતો, તેમાં છતાં કંપની દ્વારા વેક્યુમ ક્લીનરની ઘરે ડિલિવર કર્યું હતું.એમણે રિટર્ન કરવા સંપર્ક કર્યો પણ કોઈ પ્રત્યુત્તર ન મળતા તેમણે ગ્રાહક કચેરીમા ફરિયાદ કરી હતી.કચેરી દ્વારા નોટિસ ઇસ્યુ કરતા કંપનીના સેલ્સ પર્સન દ્વારા તેઓને વેકયુમ ક્લીનરના રૂ.15,290 પરત કરાયા હતાં.
વરિષ્ઠ વિદ્યાલયના કર્મચારીને પગાર અપાવ્યો
એવા જ બીજા અલાથાણમાં રહેતા અન્ય એક ફરિયાદી છે પ્રતીક પ્રદિપભાઇ સોમાની. એમની ફરિયાદ મુજબ તેમણે કામરેજની વશિષ્ઠ વિદ્યાલયમાંથી કારણ વગર નોકરીમાંથી છૂટા કરી પૂરેપૂરો પગાર ચુકવ્યો ન હતો. જેમાં કચેરી દ્વારા નોટિસ ફટકારતા વશિષ્ઠ વિદ્યાલયે બાકી રહેલા પગારના રૂ. 40,100 ચૂકવ્યા હતા. તેમજ અડાજણના પંકજ ગોપાલભાઈ ગુર્જરે મહારાષ્ટ્રના સિંધુદુર્ગ મછલી ફાર્મ સ્ટેનુ પ્રવાસ બુકીંગ કરાવ્યું હતું। પણ લોકડાઉં થવાથી એ રદ્દ થયું હતું.જેમાં બુકિંગના પૈસા પરત ના મળતા તેમણે ગ્રાહક સુરક્ષામાં કરેલી ફરિયાદના આધારે નોટિસ ઇસ્યુ કરતા રૂ.4500 પરત અપાવ્યા હતા.
આ પણ વાંચો : સાયબર ક્રાઈમમાં ગુજરાતે ગુમાવ્યા કેટલા કરોડ ?
ગ્રાહકોએ તોલમાપ, પેકેઝ કોમોડીટીઝ તથા ગ્રાહક સુરક્ષા અંગેની કોઈ પણ ફરિયાદ કે માર્ગદર્શનની જરૂરિયાત હોય તો મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૨, એ-બ્લોહક, ગ્રાઉન્ડ ફલોર અઠવાલાઈન્સે, સુરત સંપર્ક સાધવા મદદનીશ નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીની યાદીમાં જણાવાયું છે.
