આયકર વિભાગ દ્વારા લોકોને સમયસર આવક વેરાની ચુકવણી માટેના નિર્દેશ આપવામાં આવે છે. આયકર વિભાગ અનેક વાર લોકો એ નોટિસ ફટકારે છે છતાં પણ લોકો ટેક્સ ના ચૂકવે તો આયકર વિભાગ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે. આવી જ ઘટના બની છે શહેરના અલકા ફાઈબર પ્રા.લિ.ની સાથે અલકા ફાઈબર પ્રા.લિ. સમયસર આવક વેરો ન ભરતા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સરકારી અધિકારી કિરીટકુમાર ભાઇલાલ મોટાવરે ફરિયાદ નોંધાવી છે કે, અલકા ફાઈબર પ્રા.લિ. ના ડાયરેક્ટર દેવાંગ હરેશભાઈ પંડયા (ઉ.46) અને જિગનેશ શિરીષચંદ્ર ભાવસારે વર્ષ 2010-2011 નો રૂ. 37,254 તથા વર્ષ 2012-2013 ના રૂ.7,56,782 અને વર્ષ 2013-14 ના રૂ.1,95,56,956 ના મળીને કુલ રૂ. 2,03,50,992 ભરવાના ટાળતા હતા.