સુરતમાં વધતા કેસોને ધ્યાનમાં રાખીને પાલિકા દ્વારા કતારગામ ડાયમંડ અને ટેક્સ્ટાઇલ યુનિટો પર સર્વેલન્સ અને ચેંકિંગ કરવામાં આવી રહ્યું છે. ત્યારે પાલિકા દ્વારા આજે ચેકીંગ દરમિયાન કોવિડના નિયમોનું પાલન ન કરવા બદલ ત્રણ યુનિટ બંધ કરાવ્યા છે. અને બે યુનિટો પાસેથી 6000ની દંડ વસુલ્યો છે.
પાલિકાની કાર્યવાહી
કતારગામ સ્થિત ભૂંગળિયા ઈમ્પૅક્સમાં પાલિકાના ચેકીંગ દરમિયાન 1 કર્મચારીનો રિપોર્ટ પોસ્ટીવ આવતા યુનિટ બંધ કરાવવામાં આવ્યું છે.
સહજાનંદ કોમ્પ્લક્ષમાં માસ્ક ન પહેરવા બદલ પાલિકાએ 5000નો દંડ વસુલ કર્યો છે અને ત્યાં જ નિલેશભાઈ ગોપાણીને માસ્ક ન પહેરવા બદલ 1000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
કતારગામ રેલ રાહત કોલોની પાસે સ્થતિ વર્ણી ઈમ્પૅક્ષમાં રેપિડ એન્ટિજન ટેસ્ટ કરતા સાઇનર વિભાગમાં એક કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવતા પાલિકા દ્વારા યુનિટ બંધ કરવવામાં આવ્યું છે.
વેડ રોડ સ્થિત વર્ણીરાજ જેમ્સમાં પાલિકાના ચેકીંગ દરમિયાન 2 કેસ પોઝિટિવ આવતા યુનિટ બંધ લારાવવામાં આવ્યું છે.
આ પણ વાંચો : કંગનાએ ઉર્મિલા માતોંડકરને કહી દીધુ સોફ્ટ પોર્ન સ્ટાર, બોલીવુડે આપ્યો કરારો જવાબ
