ભારતમાં કોરોના વાયરસના ફેલાવાથી આદ્યશક્તિ મા અંબેના મંદિરમાં નવરાત્રીને કોરોનાનું ગ્રહણ લાગી ગયું છે. હાલમાં, સરકારે તહેવારો માટે નવી ગાઈડલાઈન બહાર પાડી દીધી છે. આ ગાઇડલાઇન અનુસાર, મોટા પાર્ટી પ્લોટોમાં નવરાત્રી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ત્યારબાદ સરકારે શેરી ગરબા સહીત તમામ પ્રકારના ગરબા પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ વચ્ચે નવરાત્રીમાં મા અંબેનું સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના મહત્વના સમાચાર આવ્યા છે.

સમગ્ર ભારતમાં પ્રખ્યાત મા અંબાનું અંબાજી મંદિર નવેય દિવસ ખુલ્લું રહેશે. 17 ઓક્ટોબરથી નોરતા શરૂ થઈ રહ્યા છે. જેમાં અંબાજી મંદિરમાં દર્શનના સમયમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. નવરાત્રીમાં આઠમના દિવસે સવારે 6 વાગ્યે આરતી થશે. મંદિરના ટ્રસ્ટે નવરાત્રીના 9 દિવસ માટે મા અંબાની પુજા અર્ચના અને આરતીનો સમય પણ નક્કી કર્યો છે. અંબાજી મંદિર ટ્રસ્ટ પ્રેસનોટ જાહેર કરી જનતાને આ વિશેની માહિતી આપશે. નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ઘટ સ્થાપન પ્રથમ નોરતાના દિવસે તા.17/10/2020એ સવારે 8:15 થી 9:00 વાગ્યે થશે.
મંદિરનો કાર્યક્રમ
- સવારે 7:30 વાગે આરતી થશે
- સાંજે 6:30 આરતી વાગે થશે
- બપોરે 4:15 વાગે મંદિર બંધ થશે
દર્શન માટેનો સમય
- સવારની આરતી : 7:30 થી 8 વાગ્યા સુધી
- સવારે દર્શન : 8 થી 11:30 વાગ્યા સુધી
- બપોરે રાજભોગ : 12 વાગે
- બપોરે દર્શન : 12:30 થી 4: 15 વાગ્યા સુધી
- સાંજે આરતી : 6:30 થી 7:00 વાગ્યા સુધી
- સાંજે દર્શન : 7 થી 9 વાગ્યા સુધી
આ પણ વાંચો :દિવાળી સુધી તહેવારની ઉજવણી પર સરકારનો કાપ
