વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ પર ગુરુવારે રાત્રે 8 વાગ્યે દેશવાસીઓને સંબંધોન કરતા રવિવારે જનતા કર્ફ્યૂ કરવાની અપીલ કરી હતી. જેના સંદર્ભમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે રવિવારે દેશમાં અને રાજ્યમાં જનતા કર્ફ્યૂ રહેશે. તે દિવસે રાજ્યમાં જાહેર પરિવહનની તમામ સેવાઓ બંધ રાખવાનો આદેશ મુખ્યમંત્રી આપ્યો છે.
રાજ્યમાં જનતા કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ થશે.
તેમણે જણાવ્યું કે ‘ રાજ્યમાં જનતા કર્ફ્યૂનો ચુસ્તપણે અમલ થશે. જે દરમિયાન રાજ્યમાં એસટી. સીટી બસ સુવિધા અને અન્ય તમામ ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે. અમદાવાદની AMTS અને BRTSની સુવિધાઓ પણ બંધ રહેશે. લોકો સાંજે 5 વાગ્યે થાળી, ઘંટ ખખડાવી કે પછી તાળીઓ પાડી અને કોરોના વાયરસની લડતમાં દેશ એક છે એ સંદેશો આપવા માટે આગળ આવે’
આ પણ વાંચો : કોરોના વાયરસ ઇફેક્ટ, ગુજરાતના તમામ મંદિરો બંધ, ઇતિહાસમાં પહેલી વખત લેવાયો નિર્ણય
રાજ્યના અનેક મહત્વના જાહેર સ્થળો 31 માર્ચ સુધી બંધ
મુખ્યમંત્રીએ ગઈ કાલે કહ્યું કે રાજ્યમાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. વિદેશથી આવેલ લોકો કોરોના સંક્રમિત છે. ત્યારે તેમના પરિવારજનો અને પરિચિતોને પણ દેખરેખમાં રાખવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે આજથી અનેક મહત્વના જાહેર સ્થળો 31 માર્ચ સુધી બંધ રહેશે. રાજ્યનું આરોગ્યતંત્ર સજ્જ છે. આપમે સાથે મળીને આ મહામારી સામે લડીશું અને તેને હરાવીશું.
