આજે IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે મેચ 7:30એ રમાશે. પંજાબની ટીમ સતત ત્રણ જીતથી ફરી સારા પ્રદર્શનમાં આવેલી પંજાબની ટીમ આજે પાછળ મેચમાં મોટી જીત મેળવનારી હૈદરાબાદની ટીમ વચ્ચે ટક્કર થશે. આજની મેચ બંને સારા પ્રદર્શન કરી રહેલી ટીમ વચ્ચેની મેચ છે. પોઇન્ટ ટેબલમાં બન્ને ટીમો 8 પોઈન્ટ સાથે છે. જયારે, હૈદરાબાદ શ્રેષ્ઠ રનગતિના કારણે પંજાબ કરતાં એક સ્થાન ઉપર છે.

હવે પ્લેઓફમાં પોતાનું સ્થાન નક્કી કરવા આ બંને ટીમોએ બાકીના મેચ જીતવી જરૂરી છે. શરૂઆતમાં પંજાબનું પ્રદર્શન ખરાબ રહ્યા બાદ પાછલી મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ફરી જીત તરફ આગળ વધી રહી છે. કિંગ્સ ઈલેવને દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હાર આપી છે. પંજાબ પોઇન્ટ ટેબલમાં ટોપ-4માં જગ્યા બનાવવા પોતાના તમામ પ્રયત્ન કરશે. કિંગ્સ ઈલેવનની બેટિંગલાઈન સુરક્ષિત હાથોમાં છે. કેપ્ટન કે.એલ.રાહુલ ઉપરાંત મયંક અગ્રવાલ, ક્રિસ ગેઈલ અને નિકોલસ પુરન સારું પ્રદર્શન કરી રહ્યા છે પરંતુ ગ્લેન મેક્સવેલ આજુ સારું પ્રદર્શન કરી રહ્યો નથી. પંજાબ ટીમની બેટિંગ અને મોહમ્મદ શામીને કારણે બોલિંગ ઘણી મજબૂત બની છે.
સનરાઈઝર્સે પણ પ્લેઓફમાં પહોંચવા બાકીની તમામ મેચ જીતવી ખુબ જરૂરી છે. હૈદરાબાદ પ્લેઓફની આશાને જીવંત રાખવા કોઈ કસર બાકી રાખશે નહીં. સનરાઈઝર્સનું સકારાત્મક પાસું એ રહ્યું કે વોર્નર અને બેરિસ્ટોની નિષ્ફળતા છતાં ટીમ મનિષ પાંડે અને વિજય શંકરની અર્ધસદીની મદદથી 155 રનનો લક્ષ્યાંક હાંસલ કરી શકી હતી. જયારે, જૈસન હોલ્ડરને સામેલ કરવાથી ટીમની બોલિંગ મજબૂત બની છે.