કોરોના વાયરસ આવ્યા બાદ લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બની ગયા છે. વિશ્વમાં ઘણી નકલી દવાઓ વેચાતી હોય છે જેનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્યને નુકશાન થઇ શકે છે. પરંતુ, હવે દરેક દવાઓ પર ટૂક સમયમાં ક્વિક રિસ્પોન્સ કોડ જોવા મળી શકે છે. જેના દ્વારા સુનિશ્ચિત કરી શકાશે કે, દવા અસલી છે કે નકલી. તે ઉપરાંત તેમની ટ્રેકિંગ પણ કરી શકાય છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, આ માટે એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે જે આગામી રૂપરેખા તૈયાર કરશે. ક્યૂઆર કોડ માત્ર દવાની તપાસ કરવા જ નહિ પરંતુ, દવાઓની ટ્રેકિંગ અને ટ્રેસિંગમાં પણ મદદ મળશે.

દવાની ઓળખ કરવા પ્રધાનમંત્રી કાર્યાલય, નીતિ આયોગ, કોમર્સ મિનિસ્ટ્રી, ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ અને સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રતિનિધિયોની પાછલા અઠવાડિયે જ થયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું કે, આ મમલાને પહોંચી વળવા અને તેના વિશે જલ્દી જ એક અધિસુચના જાહેર કરવામાં આવશે. તે ઉપરાંત સૂત્રોએ માહિતી આપી છે કે, સ્વાસ્થ્ય સચિવની આગેવાનીમાં એક સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે જે આગામી 21 દિવસમાં પોતાનો રિપોર્ટ આપશે.
આ પણ વાંચો : WHOએ વિશ્વમાં કોરોના દર્દીઓઓની વધતી સંખ્યા માટે આ દેશોની બેદરકારીને જવાબદાર ગણાવી

દવાઓ પર QR કોડ શરુ કરવાનો પ્રયત્ન સરકાર 2011થી કરી રહી છે. પરંતુ આ અંગે દવા કંપનીઓ અને લોબી ગ્રુપ્સના ટ્રેસિંગ અને ટ્રેકિંગ વિશે વિવિધ વિભાગો દ્વારા જાહેર દિશાનિર્દેશો પર ચિંતા જતાવી હતી. તેમનું માનવું હતું કે, તેના માટે એક સિંગલ ક્યુઆર કોર્ડ સિસ્ટમ હોવી જોઈએ. આખરે હાલમાં મળેલી બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, એક જ ક્યુઆર કોડ હોવો જોઈએ.
