હાલમાં, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના જીઓ પ્લેટફોર્મમાં રોકાણ માટે ઘણી કંપનીઓ રસ દાખવી રહી છે. જીયો પ્લેટફોર્મ્સમાં (Jio Platforms) 12 સપ્તાહમાં 1,18,318,45 કરોડ રૂપિયા સાથે 25.24 % ભાગીદારીનું વેચાણ કરી છે. ત્યારે, અત્યારે અમેરિકાની Qualcomm Inc. એ પણ જીઓમાં રોકાણ માટે રસ દાખવ્યો છે. Qualcomm Inc. 0.15 ટકા સ્ટેક માટે 730 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. જીયો પ્લેટફોર્મ્સ માટે આ સતત તેરમી ડીલ છે. Qualcomm Inc. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક અને ઈન્ટેલ (Intel) બાદ તીજી સ્ટેટેજિક ઈન્વેસ્ટર છે. જિયો પ્લેટફોર્મ્સ હવે દુનિયાની એક માત્ર એવી કંપની બની ગઈ છે જેણે સતત આટલા મોટા સ્તર ઉપર ફંટ એકઠું કર્યું હોય.

જીઓ પ્લેટફોર્મમાં સૌથી પ્રથમ 22 એપ્રિલે ફેસબુકે 43,574 કરોડ સાથે 9.99 % ની ભાગીદારી કરી હતી. ત્યારબાદ જનરલ એટલાન્ટિક, KKR, સાઉદી સોવરેન વેલ્થ ફંડ, અબુ ધાબી સ્ટેટ ફંડ, સાઉદી અરબની પીઆઈએ અને ઈન્ટેલ જેવા ગ્લોબલ ઈન્વેસ્ટરે પણ જીયો પ્લેટફોર્મ્સમાં રોકાણ કર્યું છે. આ અગાઉ 3 જુલાઈએ ઈન્ટેલ કેપિટલે જિયો પ્લેટફોર્મ્સમાં 0.93 ટકાની ભાગીદારી માટે 1,894.50 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું એલન કર્યું હતું.

Qualcomm વાયરલેસ ટેક્નોલોજી ક્ષેત્રની કંપની છે. આ કંપનીએ 3G, 4G અને 5G ટેક્નોલોજીમાં ઉચ્છ નામના મેળવી છે. આ કંપનીના પ્રોડક્ટનો ઉપયોગ દુનિયાભરના મોબાઈલ ડિવાઈસ અને વાયરલેસ પ્રોડક્સમાં કરવામાં આવે છે. સ્માર્ટફોનની કંપનીઓ પોતાના ફોનમાં ક્વોલકોમની સ્નેપડ્રેગન ચિપસેટનો ઉપયોગ કરે છે. તે ઉપરાંત આ કંપનીની પ્રોડક્ટનો ઉપયોગ કમ્પ્યુટર અને ઈન્ટરનેટ ઓફ થિંગ્સમાં (IoT) પણ થાય છે.
