ઇન્ડિયન પ્રીમિયર લીગની મેચોમાં પોઇન્ટ ટેબલમાં સૌથી ઉપરની 4 ટીમમાં સ્થાન હાંસલ કરવા ભારે સ્પર્ધા જામવાની છે. મુંબઈ ઇન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ હાલમાં 12-12 પોઇન્ટ ધરાવે છ., પરંતુ નેટ રનરેટને કારણે મુંબઈ આગળ છે. દિલ્હીની ટીમ બીજા ક્રમે છે. ત્રીજા ક્રમે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 10 પોઇન્ટ ધરાવે છે. જયારે, કોલકાતા નાઇટ રાઇડર્સ મુંબઈ સામે શુક્રવારે હાર બાદ પણ 8 પોઇન્ટ સાથે ચોથા ક્રમે છે.

આ શનિવાર અને રવિવારે થનારી મેચો ઘણી મહત્વપૂર્ણ રહેશે. સનરાઇઝર્સ હૈદરાબાદ, ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ હાલમાં 6-6 પોઇન્ટ પર છે. હૈદરાબાદની ટીમ રવિવારે કોલકાતા સામે જયારે ચેન્નાઈ શનિવારે દિલ્હી સામે મેચ છે. આ ઉપરાંત, રાજસ્થાનની શનિવારે બેંગ્લોર સામે મેચ થશે. આ મેચ જે ટીમ સારું પ્રદર્શન કરશે તેના અનુસાર પોઇન્ટ ટેબલમાં બદલાવ આવશે. હાલમાં। આ ત્રણ ટીમો મેચો જીતી તો તમામ 8-8 પોઇન્ટ સ્થાન મેળવી લેશે.
અત્યારે, ઓરેન્જ અને પર્પલ કેપની રેસમાં લોકેશ રાહુલ 448 રન સાથે પ્રથમ, મયંક અગ્રવાલ 382 રન સાથે બીજા સ્થાને છે. પરંતુ, ફાફ ડુ પ્લેસિસ અને વિરાટ કોહલી આ રેસમાં વધારે પાછળ નથી. જયારે બીજી તરફ બોલિંગમાં કેગિસો રબાડા 18 વિકેટ સાથે સૌથી આગળ છે. બેસ્ટ બોલરની રેસમાં જોફરા આર્ચર, જસપ્રિત બુમરાહ, ટ્રેન્ટ બોલ્ટ અને મોહમ્મદ શમી પણ ટક્કર આપવાની રેસમાં છે. આ દરેક બોલરે અત્યાર સુધી 12-12 વિકેટ લઇ ચુક્યા છે.