સોમવારે ફ્રાન્સથી પાંચ રાફેલ લડાકુ વિમાન ભારત મોકલવામાં આવ્યા છે કે, પરંતુ વિશ્વના સૌથી આધુનિક મનાતા ફાઈટર જેટ રાફેલને ભારતમાં કોણ ઉડાવશે? જો કે ખાસ વાત એ છે કે, સામાન્ય ફાઈટર પ્લેન કરતા રાફેલની ટેકનિક અલગ છે અને સ્પીડ પણ ઘણી વધુ છે. જેથી વાયુસેના નિયમિત પાયલટ માટે આ ફાઈટર જેટ ઉડાવવું અઘરું બને એમ છે.

રાફેલની આધુનિક ટેક્નોલોજીને ધ્યાનમાં રાખતા વાયુસેનાએ એને ઉડાવવાની જવાબદારી ‘ગોલ્ડન એરો-17 સ્કવાડ્રન’ને સોંપવાનો નિર્ણય કર્યો છે. આ જ યુનિટ ફ્રાન્સથી પ્રથમ ખેપમાં મળનારા રાફેલ ફાઈટર જેટને ઉડાવશે.
મહત્વનું છે કે, ગોલ્ડન એરો-17 સ્કવાડ્રનની રચના 1951માં થઇ હતી અને વર્ષ 1999માં થયેલા કારગિલ યુદ્ધમાં વાયુસેનાના પ્રમુખ બી. એસ. ધનોઆએ આ સ્કાવડ્રનનું નેતૃત્વ સંભાળ્યું હતું.આ સ્કાવડ્રન હેવીલેન્ડ વેમ્પાયર એફ એમકે-52 જેવા જુના લડાકુ વિમાનો પણ ઉડાવી ચુકી છે.

જો કે, રાફેલ ભારતીય વાયુસેનામાં સામેલ થાય એ પહેલાં જ વાયુસેનાએ કેટલાક પસંદ કરેલા પાયલટોને આ ફાઈટર ઉડાવવાની તાલીમ આપવામાં આવી છે. આ પાયલટોની ટ્રેનિંગ પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.
આ પણ વાંચો : ફ્રાન્સના રાફેલ કરતા ભારતનું રાફેલ વધુ શક્તિશાળી છે, જાણો શું છે ખાસિયત
