પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રવિડ તેમના ખિલાફ લગાવવામાં આવેલા હિતોના અથડામણના આરોપો નો જવાબ આપવા BCCI ના એથિક્સ અધિકારી ડીકે જેન સામે રજુ થશે. દ્રવિડ હાલમાં બેંગ્લુરુમાં રાષ્ટ્રીય ક્રિકેટ એકેડમીના દિગ્દર્શક છે. એ સિવાય તેઓ ઇન્ડિયા સિમેન્ટ ગ્રુપના ઉપાધ્યક્ષ પણ છે. જેમની પાસે આઇપીએલ ફ્રેન્ચાઇઝી ચેન્નાઇ સુપર કિંગની માલિકીનો હક પણ છે. એનસીએ માં જોડાવા પહેલા 46 વર્ષીય દ્રવિડ ભારત A અને અંદર-19 ટીમોના ટીમોના કોચ હતા.
શું છે રાહુલ દ્રવિડ પર આરોપ NCAના દિગ્દર્શક હોવાને કારણે તેઓ આ બંને ટિમોની પ્રગતિ પર નજર રાખશે. દ્રવિડ ખિલાફ મધ્યપ્રદેશ ક્રિકેટ સંઘ ( MCPA )ના આજીવન સદસ્ય સંજીવ ગુપ્તાએ આરોપ લગાવ્યા છે. કે દ્રવિડની ભૂમિકા હિતોના અથડામણની મર્યાદામાં આવે છે. કારણ કે તેઓ NCA પ્રમુખ અને ઇન્ડિયા સિમેન્ટના કર્મચારી પણ છે. દ્રવિડ પહેલા તેમનો જવાબ આપી ચુક્યા હતા. કે તેમણે તેઓની એમ્પ્લોયર ઇન્ડિયા સિમેન્ટ થી રજા લીધી છે. અને એમણે ચેન્નાઇ સુપર કિંગ થી કોઈ લેવા-દેવાનું નથી.
ઇન્ડિયા સિમેન્ટ અનુસાર – દ્રવિડ છુટ્ટી પર છે
દ્રવિડે ઇન્ડિયા સિમેન્ટમાંથી રાજીનામું નથી આપ્યું, પરંતુ તે છુટ્ટી પર છે. સંચાલકોની સમિતિ (COA)ના અધ્યક્ષ વિનોદ રાયએ કહ્યું હતું કે દ્રવિડે કંપની માંથી રાજીનામુ આપું દીધું છે, જયારે અધિકારીઓના કાગળમાંથી સાફ ખબર પડે છે કે, BCCIના કામને કારણે કંપનીએ તેમને માત્ર છુટ્ટી આપી છે. INSSના અનુસાર કંપનીના વરિષ્ટ જનરલ મેનેજર જી. વિજયનએ સાફ શબ્દોમાં લખ્યું છે કે દ્રવિડ ને 2 વર્ષ સુધી છુટ્ટી આપવામાં આવી છે. જેથી તેઓ NCAના પ્રમુખનું પદ સાંચવી શકે.
રાય એ કહ્યું હતું રાજીનામુ આપી ચુક્યા છે રાહુલ
પત્રમાં લખ્યું હતું કે, અમે એ વાતની પુષ્ટિ કર્યે છીએ કે અમને તમને BCCI દ્વારા NCA ના પ્રમુખ બનાવવા પર કોઈ આપત્તિ નથી. BCCI સાથે તમારા કાર્યકાળ દરમિયાન અમે તમને 2 વર્ષની શરૂઆતી રજા આપીએ છીએ. ત્યાં જ રાયએ હાલમાં જ એક ન્યુઝ પેપરમાં આપેલ ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે દ્રવિડે ઇન્ડિયા સિમેન્ટ માંથી રાજીનામુ આપી દીધું છે. જેથી તેમના ખિલાફ હિતોના અથડામણનો કોઈ મુદ્દો બનતો નથી.
મયંક પારેખની પણ રજૂઆત
એવી જ રીતે BCCI કર્મચારી મયંક પારેખને પણ એથિક્સ અધિકારીઓ સામે રજુ થવા માટે કહેવામાં આવ્યું છે. પારેખ ઘણા ક્લબો થી જોડાયેલા છે. અને એમના પર પણ હિતોની અથડામણના આરોપ લગાવવામાં આવ્યા છે. દ્રવિડ ની સુનવણી પછી પારેખની સુનવણી થશે. BCCI સંવિધાન અનુસાર કોઈ પણ વ્યક્તિ વધારે પદ સાંચવી ન શકે. BCCI એથિક્સ અધિકારી સુનવણીના આધારે ચુકાદો આપશે.
