સંસદમાં મોનસુન સત્ર(parliament Monsoon Session)ના પહેલા દિવસે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલ એક જવાબ ચર્ચાનો વિષય બન્યો છે. લોકડાઉન(Lockdown)માં કેટલા મજૂરોના જીવ ગયા, આ સવાલ પર સરકારનું કહેવું છે કે એમની પાસે આંકડા નથી. આના પર કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(rahul gandhi)એ મોદી સરકારને ઘેરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે મોદી સરકાર(modi Government)ને નથી ખબર કે લોકડાઉનમા કેટલા પ્રવાસી મજૂરો મોત થયા ને કેટલાની નોકરી ગઈ.
રાહુલ ગાંધીનો સાયરીના માધ્યમથી મોદી સરકાર પર પ્રહાર
રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં શાયરીનો સહારો લીધો અને સરકારને ઘેરી. કોંગ્રેસ નેતાએ લખ્યું, ‘તુમને ના ગીના તો ક્યાં મોત ના હુઇ? હા મગર દુખ હે સરકાર પે અસર ના હુઇ, ઉનકા મરના દેખા જમાનેને, એક મોદી સરકાર હે જિસે ખબર ના હુઇ.’
સરકાર પાસે લોકડાઉન દરમિયાન થયેલી પ્રવાસી મજૂરોના મોતના ડેટા નથી
જણાવી દઈએ કે લોકડાઉન દરમિયાન ઘણા પ્રવાસી મજૂરોની મોતની ખબરે સામે આવી હતી, આ જ મામલે સોમવારે સંસદમાં સવાલ પૂછવામાં આવ્યો હતો કે લોકડાઉન દરમિયાન કેટલા મજૂરોની મોત થઇ, શું સરકાર પાસે કોઈ અધિકારીક આંકડાઓ છે. જેના જવાબમાં સરકારે કહ્યું આ અંગે તેમની પાસે કોઈ આંકડા નથી. સરકાર તરફથી જવાબમાં એ પણ કહેવામાં આવ્યું કે. લોકડાઉન દરમિયાન લગભગ 80 કરોડ લોકોને રાસન આપવામાં આવ્યું, આ પ્રક્રિયા નવેમ્બર સુધી ચાલશે.
આ પણ વાંચો : ચીનની વધુ એક કાવતરું, VVIP જાસૂસી પછી હવે ભારતના વેપાર જગત પર નજર
