ભારતમાં કોરોના મહામારીના કારણે લાંબા સમયથી ટ્રાસન્પોર્ટના માધ્યમો પર પ્રતિબંધ લાગવામાં આવ્યો હતો. હાલમાં, અનલોકની શરૂઆત કર્યા બાદ સરકાર આ પ્રતિબંધોને ધીરે ધીરે ઘટાડી રહી છે. ત્યારે, રેલવેના મુસાફરો માટે નવી ગાઈડલાઈનની જાહેરાત કરવામાં આવી છે, આ ગાઇડલાઇન અનુસાર, માસ્ક અને આરોગ્ય સેતુ એપને ફરજીયાત કરવાંમાં કરવામાં આવ્યું છે. જે મુસાફરો પાસે કન્ફર્મ ઈ-ટિકિટ હશે તેઓ જ રેલ્વે સ્ટેશન પર આવી શકાશે.

રેલવે સ્ટેશન પર થર્મલ સ્ક્રીનિંગ માટે પ્રવાસીઓએ ટ્રેન ઊપડવાની 90 મિનિટ પહેલાં હાજર રહેવું પડશે. દરેક મુસાફરો માટે થર્મલ સ્ક્રીનિંગ ફરજિયાત છે. આ તપાસ દરમિયાન કોઈ મુસાફરીમાં કોરાનાનું એકપણ લક્ષણ જોવા મળશે તો તેને મુસાફરી કરવા દેવામાં આવશે નહિ.
આ પણ વાંચો : આ વર્ષે આ રીતે કરવું પડશે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન, પાલિકા દ્વારા નહિ બનાવવામાં આવે કૃત્રિમ તળાવ
કોરોનાની પરિસ્થિતિ જોતા ટ્રેનમાં મુસાફરી દરમિયાન માસ્ક પહેરી રાખવું ફરજિયાત બનાવી દેવાયું છે. તે ઉપરાંત, રેલ્વે મુસાફરીમાં કામળા, ચાદર, પરદાની સુવિધા નહીં મળે. મુસાફરોએ ભોજન અને પાણી ઘરેથી લાવવું પડશે.
