રાજ્યમાં ભારે વરસાદની આગાહી(Rain Forecast)ના પગલે અમરેલી જિલ્લા(Amreli District)માં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. અમરેલી જિલ્લાના રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા, વાડિયા, બગસરા, ધારી અને ખાંભાના ગીરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ત્યારે ખાંભાનો મોભણેશ ડેમ ઓવર ફ્લો થઇ ગયો હતો. સાથે જ ખાંભાની ઘાતરવડી નદી ગાંડીતૂર બની ગઈ હતી.
રાજ્યમાં આગામી બે દિવસ હજુ ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં બે સિસ્ટમ સક્રિય થતા રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ્યમાં ભારે વરસાદ : ગીર સોમનાથમાં પૂર જેવી સ્થતિ સર્જાઈ, જુઓ વિડીયો
