રાજ્યમાં વરસાદ મન મૂકીને વરસી રાહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં તમામ 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ તાપી જિલ્લાના ડોલ વણમાં પાંચ ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત જિલ્લાના ઉમરપાડામાં 3 ઈંચ વરસાદ પડ્યો છે. જ્યારે મહુવા, વાંસદા અને વધઈમાં 2 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે અન્ય તાલુકાઓમાં પણ 7 મિમીથી લઈને 2 ઈંચ સુધીનો વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી દિવસમાં સુરત, નવસારી, ડાંગમાં મધ્યમ વરસાદ પડી શકે છે.
છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં નોંધાયેલ વરસાદ

સુરત જિલ્લામાં અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ જોવા મળ્યો. જેમાં બારડોલીમાં 22 મિમી, ચોર્યાસીમાં 35 મીમિ, કામરેજમાં 08મિમી, મહુવામાં 59 મિમી, માંડવીમાં 12 મિમી, માંગરોળમાં 20 મિમી, ઓલપાડમાં 12 મિમી, પલસાણામાં 33, મિમી સુરત સિટીમાં 08 મિમી અને ઉમરપાડામાં 81મિમી વરસાદ નોંધાયો.
આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી
બંગાળની ખાડીમાં સર્જાયેલ લો પ્રેસરના કારણે રાજ્યની ઉપર ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. જેને લઈને 12 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં અને 13 ઓગસ્ટ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, દમણ દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જયારે, 12 ઓગસ્ટના રોજ સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ પણ વાંચો : સુરતમાં કોરોનાને મ્હાત આપનાર દર્દીઓનો આંકડો 12 હજારને પાર, છેલ્લા 24 કલાકમાં આટલા લોકો સારા થયા
