રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.રાજ્યમાં ત્રણ સાઇકલ સક્રિય તથા હજુ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી છે. ત્યારે ગુજરાતના 245 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકામાં ભારે વરસાદ નોંધાયો। જેમાં સૌથી વધુ આણંદમાં 12.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 12 ઇંચ નોંધાયો છે. ઉપરાંત બોરસદ, પેટલાદ, આંકલાવ, ખંભાત, સોજિત્રા, તારાપુરમાં ધોધમાર વરસાદ પડ્યો છે. ખેડા જિલ્લામાં નડિયાદમાં 7.8 ઇંચ વરસાદ પડ્યો છે.
24 કલાકમાં રાજ્યના 245 તાલુકામાં વરસાદ

21 તાલુકામાં 4 ઇંચથી 12 ઇંચથી વધુ વરસાદ
65 તાલુકામાં 2 ઇંચથી 3.8 ઇંચ સુધી વરસાદ
55 તાલુકામાં 1 ઇંચથી 2 ઇંચ સુધી વરસાદ
દક્ષિણ ગુજરાતના 32 તાલુકામાં વરસાદ
છેલ્લા 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં તમામ 32 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો જેમાં સૌથી વધુ ઉમરપાડામાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે બારડોલીમાં પણ 5 ઈંચ વરસાદ ખાબક્યો છે સાથે જ સુરત, કામરેજ, સોનગઢ, ડોલવણમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો છે અને પાંચ તાલુકામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

સુરત જિલ્લામ ઠેર ઠેર પાણી ભરાયા
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા તો કેટલાક ડેમ ઓવરફ્લો થઈ રહ્યા છે. ત્યારે સુરત અને તાપી જિલ્લામાં ઘણા લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થવાથી બંધ છે. રાજસ્થાનના ઉપર અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઇ છે. સાથે જ બંગાળની ખાડીમાં લો પ્રેશર એરિયા બનતા મોન્સૂન ટ્રફ બની છે. જેથી સાઉથ ગુજરાત સાથે ગુજરાતમાં કેટલાક સ્થળોએ બે દિવસથી વરસાદની આગાહી છે.
આ પણ વાંચો : હવામાન વિભાગની મોટી આગાહી, હજુ આટલા દિવસ રાજ્યમાં પડશે ભારે વરસાદ
