આજે IPLમાં રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની મેચ સાંજે 7:30એ શરુ થશે. આજે રાજસ્થાન સતત બીજી જીતના ઈરાદા સાથે મેદાને ઉતરશે જયારે દિલ્હી પણ મુંબઈ સામે મળેલી હાર બાદ આજે રાજસ્થાનને કડક ટક્કર આપશે. દિલ્હી ગત સીઝનની જેમ આ સીઝનમાં પણ સારા ફોર્મમાં છે. જેણે 7માંથી 5 જીત સાથે પોઈન્ટ ટેબલમાં 2 નંબરે છે. જ્યારે રાજસ્થાન 7માંથી 3 જીત સાથે 6 નંબરે છે.

રાજસ્થાનની ટીમે પ્રથમ બે જીત સાથે શાનદાર શરૂઆત બાદ સતત 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. તેમજ બેસ્ટ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સના સમાવેશથી ટીમમાં જોશ આવી ગયો છે અને આજે એ દિલ્હી સામે બદલો લેવા આતૂર છે. આ સીઝનમાં બંને વચ્ચેની પ્રથમ મેચમાં પહેલી મેચમાં દિલ્હીએ રાજસ્થાનને 46 રને પરાજિત આપ્યો હતો. જયારે દિલ્હી પણ શાનદાર ફોર્મમાં છે. પરંતુ, છેલ્લી મેચમાં મુંબઈ સામે પરાજય મળતા તે પ્રથમ નંબરથી નીચે ઉતારી ગયું છે. આજે ફરો જીત મેળવી દિલ્હી ટોચ પર પહોંચવા ટક્કર આપશે.
ગત મેચમાં માર્કસ સ્ટોઈનિસે રાજસ્થાનને ઘણું જ હેરાન કર્યું હતું. તેણે 30 બોલમાં 39 રન સાથે બે ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ મેળવી હતી. આ મેચમાં સ્ટોઈનિસનો સામનો કરવા ઓલરાઉન્ડર સ્ટોક્સ છે. રાજસ્થાનની તુલનામાં દિલ્હીની બેટિંગ ઘણી દમદાર છે. પાછળી મેચમાં શિખર ધવને અણનમ 69 રન કર્યા હતા. તેમજ પૃથ્વી શો અને કેપ્ટન શ્રેયસ અય્યર ફોર્મમાં છે. સ્ટોઈનિસ ટીમને મજબૂત સ્કોર લઇ જવામાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી છે. દિલ્હીને વિકેટકિપર-બેટસમેન ઋષભ પંતની ખોટ આજની મેચમાં વર્તાશે.
આ પણ વાંચો : કોરોનાથી કંટાળી ગયા છો ?, 16મીથી ખુલી રહ્યું છે કેવડી
રાજસ્થાનના કેપ્ટન સ્ટીવ સ્મિથ અને સંજુ સેમસનના પાછળની મેચમાં નબળું પ્રદર્શન જોવા મળ્યું છે. તેમજ ઓપનર જોશ બટલર અને યશસ્વી જયસ્વાલ ધીમે ધીમે રમી રહ્યા છે. દિલ્હી કેપિટલ્સનો કેગીસો રબાડા 17 વિકેટ સાથે પર્પલ કેપ મેળવી ચૂક્યો છે. તેમને સાઉથ આફ્રિકન પેસર એનરીચ નોર્ટેજ 8 વિકેટ અને હર્ષલ પટેલ રબાડાને પૂરતો સહયોગ આપી રહ્યા છે. જ્યારે સ્પીન બોલિંગ રવીચંદ્રન અશ્વિન અને અક્ષર પટેલ દમદાર બોલિંગનું પ્રદર્શન કરી છે.
