આજે IPLમાં ડબલ હેડર એટલે કે એક જ દિવસમાં બે મેચ રમાવાની છે. બપોરે 3:30 વાગ્યાથી અબુધાબીના ગ્રાઉન્ડ પર રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મુકાબલો થશે. બન્ને ટીમ આ ગ્રાઉન્ડ પર પહેલી વખત મેદાને ઉતરી રહી હોવાથી તેમની રણનીતિ શું રહે છે તે જોવું રસપ્રદ રહેશે.

બીજી બાજુ આઉટ ઓફ રહેલા કેપ્ટન વિરાટ કોહલીના પ્રદર્શન ઉપર પણ સૌની નજર મંડાયેલી છે. રાજસ્થાન વતી સેમસન, સ્મીથ, બટલરની પણ આજે અગ્નિપરીક્ષા થઈ જશે.
રાજસ્થાન તેની પહેલી બન્ને મેચ શારજાહમાં રમ્યું છે અને બન્નેમાં શાનદાર વિજય મેળવ્યો છે પણ ત્યારબાદ દુબઈના મોટા ગ્રાઉન્હમાં કલકત્તા સામે રાજસ્થાન પાણીમાં બેસી ગયું હતું. આજે અબુધાબી પણ શારજાહ કરતાં મોટું મેદાન હોવાથી રાજસ્થાને આ પ્રમાણે રણનીતિ ઘડવી પડશે. બીજી બાજુ કોહલીસેના તેની ત્રણેય મેચ દુબઈમાં રમી છે.

આજે અબુધાબીના ગ્રાઉન્ડ તેની પણ પહેલી મેચ હોવાથી તેને પણ ગ્રાઉન્ડ અનુરૂપ રમવું પડશે. બેંગેલર બે મેચ જીત્યું હોવા છતાં એણે પોતાની ફિલ્ડિંગ અને ડેથ બોલિંગમાં સુધારો કરવો પડશે. મુંબઈ ઈન્ડિયન્સ સામેની મેચમાં સંતોષકારક સુપરઓવર ફેંકીને પોતાની ટીમને જીત અપનાવાર નવદૈપી સૈનીએ મેચ દરમિયાન પોતાની ચાર ઓવરમાં 43 રન ખર્ચી નાખ્યા હતા. જો કે આજની મેચમાં ઈસુરુ ઉદાના અને એડમ ઝેમ્પાને બદલે મોઈન અલી અને ક્રિસ મોરીસને તક આપવામાં આવે તેવી સંભાવના છે. બીજી બાજુ રાજસ્થાન અંકિત રાજપૂતના સ્થાને વરુણ એરોનને તક આપી શકે છે.
આ પણ વાંચો : AIIMSની ફોરેન્સિક રિપોર્ટ પછી હવે આ એંગલની કરશે CBI તપાસ
