એક તરફ મુખ્યમંત્રી વિજ્ય રૂપાણી તરફથી એવો દાવો કરવામાં આવ્ય હતો કે રાજ્યમાં ચોમાસા સુધી પાણીની કોઈ જ તકલીફ રહેશે નહીં ત્યારે તેમના જ શહેર રાજકોટમાં પાણીની ચિંતા ઘેરી બની રહી છે. જેમાં રાજકોટ શહેરના ભાજપના શાસકો દ્વારા એવો દાવો કરવામાં આવ્યો હતો કે પ્રજાને પૂરતું પાણી આપવામાં આવશે ત્યારે પાંચ વાર્ડમાં પાણીની સમસ્યા શરૂ થઇ છે.
આ પણ વાંચો : વલસાડ : 100 ટકાથી પણ વધુ વરસાદ છતાં રાત્રે ઉજગરાં કરી પાણી માટે વલખાં મારી રહ્યા છે લોકો
હવે ચાર વોર્ડના 2 લાખ જેટલા લોકો પર ઓચિંતો પાણીકાપ ઝીંકી દેવામાં આવ્યો છે.શુક્રવાર રાત્રે મોડેથી વોટર વર્કસ શાખાએ જાહેર કર્યુ કે વેસ્ટ ઝોન અંતર્ગત ન્યારા પમ્પીંગ સ્ટેશન પર નર્મદાનું પાણી પુરૂ પાડતી જીડબલ્યુઆઈએલ ની મુખ્યપાઈપલાઈન એનસી 34 પર શટડાઉન હોવાથી રૈયાધાર હેડ વર્કસ હેઠળ આવતા ગાંધીગ્રામ અને 150 ફૂટ રીંગ રોડ હેઠળ આવતાં વિસ્તારો (વોર્ડ નં.1, 2 પાર્ટ, 9 પાર્ટ અને 10 પાર્ટ) માં શનિવારે પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે.
રાજયમાં ચૂંટણી પુર્ણ થઈ ચૂકી છે એટલે લોકોએ પાણીકાપની ટેવ પાડવી પડશે તેવી સ્થિતી જોવા મળી રહી છે. રાજકોટના ચાર વોર્ડમાં પાણીકાપથી આશરે બે લાખ લોકો અસરગ્રસ્ત બનશે. પાણીદાર વચનો આપવામાં આવે છે પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરી શહેરીજનોને પાણીથી વંચિત ન રાખવા જેવી મહેનત કરવામાં આવતી નથી.
NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.