કૃષિ ક્ષેત્રથી સંબંધિત વિધેયક(Farms Bill) માટે રવિવારે એટલે 20 સપ્ટેમ્બરે રાજ્ય સભામાં જે થયું એને લઇ દુઃખ વ્યક્ત કરતા રાજ્યસભાના ઉપ સભાપતિ હરિવંશએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ(President Ramnath kovind)ને ચિઠ્ઠી લખી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી(PM narendra Modi)એ મંગળવારે એક ચિઠ્ઠી ટ્વીટ કરી અને બધા દેશ વાસીઓને વાંચવા અપીલ કરી. રાષ્ટ્રપતિને લખેલ પત્રમાં ઉપ સભાપતિએ કહ્યું, 20 સપ્ટેમ્બરમાં સભામાં જે થયું એ ઘણું દુઃખદ છે અને આખી રાત સૂઈ શક્યો નહીં.
પીએમ મોદીએ પત્ર શેર કરતા લખ્યું, ‘માનનીય રાષ્ટ્રપતિને માનનીય હરિવંશજીએ પત્ર લખ્યો છે. એ મેં વાંચ્યો. પત્રના એક એક શબ્દ લોકતંત્ર માટે આપડી આસ્થાનો વિશ્વાસ આપ્યો છે. આ પત્ર પ્રેરક પણ છે. અને પ્રશંસનીય છે. એમાં સત્ય પણ છે અને સંવેદના પણ. મારો આગ્રહ છે કે, તમામ દેશવાસી જરૂર વાંચે’
હું આખી રાત સૂઈ શક્યો નહીં

રાજ્યસભાના ઉપાધ્યક્ષ હરિવંશ નારાયણ સિંહે રાષ્ટ્રપતિને લખેલા પત્રમાં જણાવ્યું કે ગઈકાલે 20 ડિસેમ્બરે રાજ્યસભામાં જે બન્યું તેનાથી હું છેલ્લા બે દિવસથી દુ:ખી , તાણ અને માનસિક વેદનામાં છું. હું આખી રાત સૂઈ શક્યો નહીં. તેમણે આગળ લખ્યું, ‘જેપીના ગામમાં જન્મ થયો, માત્ર જન્મ ન થયો, એમના પરિવાર અને અમારા ગામ વચ્ચે પેઢીઓથી સંબંધો રહ્યા. બાળપણથી જ ગાંધીની ઉંડી અસર પડી. ગાંધી, જેપી, લોહિયા ને કર્પુરી ઠાકુર જેવા લોકોના સાર્વજનિક જીવને મને હંમેશા પ્રેરિત કર્યો, જય પ્રકાશ આંદોલન અને આ મહાન વિભૂતિઓની પરંપરામાં જીવનમાં સાર્વજનિક આચરણ અપનાવ્યું. મારી સામે 20 સપ્ટેમ્બરે ઉચ્ચ સદનમાં જે દ્રશ્યો થયા, એનાથી સદન, આસનની મર્યાદાને કાલ્પનિક ક્ષતિ પહોંચી છે.’
આ પણ વાંચો : પ્રધાનમંત્રી આવતીકાલે 7 સૌથી વધુ અસરગ્રસ્ત કેન્દ્રિત રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોની કોવિડ બાબતે કરશે સમીક્ષા
લોકતંત્રના નામ પર હિંસક વ્યવહાર થયો

સભાપતિએ આગળ લખ્યું, ‘સદનમાં સદસ્યો દ્વારા લોકતંત્રના નામ પર હિંસક વ્યવહાર થયો, આસન પર બેસેલ વ્યક્તિને ભયભીત કરવાની કોશિશ થઇ. ઉચ્ચ સદનની કર મર્યાદા અને વ્યવસ્થાની ધજ્જિયા ઉડી ગઈ. સદનમાં માનનીય સદસ્યોએ નિયમની પુસ્તક ફાડી, મારી ઉપર ફેંકી. ટેબલ પર ચઢી સદનમાં મહત્વપૂર કાગળ-દસ્તાવેજને ઉથલાવવા, ફેંકવાની અને ફાળવણી ઘટના થઇ.’
આ પણ વાંચો : માતાજી આવ્યાની અફવાથી 3000નું ધાડું ઉમટ્યું , સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાથી હવે ગભરાટ
