ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે આવતી કાલે એટલે 19 જૂને ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીમાં ભાજપ તરફથી અભય ભારદ્વાજ, રમીલાબેન વોરા અને નરહરી અમીન મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકી મેદાનમાં છે. બીજેપીએ ધારાસભ્યોની હેરાફેરી કરીને કોંગ્રેસનું ગણિત ઊંધુ પાડી દીધું છે. રાજ્યસભાની ચૂંટણી યોજાય તે પહેલા જ ગુજરાતમાં કૉંગ્રેસના 8 ધારાસભ્યોએ અધ્યક્ષને રાજીનામા આપી દીધા છે.
આંઠ ધારાસભ્યોના રાજીનામાં બાદ કોંગ્રેસ પાસે હવે માત્ર 65 ધારાસભ્યો છે. ત્યારે બીજેપી પાસે 103 ધારાસભ્યો છે. બીટીપી પાસે 2 અને એનસીપી પાસે 1 તથા એક નિર્દળીય ધારાસભ્ય જિગ્નેશ મેવાણી છે.
જીત માટે આટલા સમર્થનોની જરૂરત
ગુજરાતમાં એક રાજ્યસભા સીટ જીતવા માટે 35 વોટના સમર્થનની જરૂર છે. તેથી કોંગ્રેસના બંને ઉમેદવારોને જીત માટે 70 વોટની જરૂર પડશે. બીટીપી અને એનસીપીના એક-એક ધારાસભ્યો તથા જિગ્નેશ મેવાણીના સમર્થનની કોંગ્રેસને આશા છે. એનસીપીએ તો વ્હીપ જાહેર કરીને કોંગ્રેસને સમર્થન આપવાનું કહી દીધું છે, પરંતુ બીટીપીના પ્રમુખે હજી કઈ કહ્યું નથી. બીટીપી બંને પાર્ટીઓ પ્રત્યે નારાજગી વ્યક્ત કરી ચૂક્યા છે.
રાજીનામુ આપેલ કોંગ્રેસના ધારાસભ્યો
મોરબી :- બ્રિજેશ મેરજા
લીંબડી :- સોમાભાઈ પટેલ
ગઢડા :- પ્રવીણ મારુ
કપરાડા :- જીતુ ચૌધરી
ડાંગ :- મંગળ ગાવિત
અબડાસા :- પદ્યુમનસિંહ જાડેજા
ધારી :- જે વી કાકડિયા
કરજણ :- અક્ષય પટેલ
આ પણ વાંચો : અંબાલાલ પટેલની આગાહી, આગામી પાંચ દિવસમાં રાજ્યમાં જામશે વરસાદી માહોલ
