આ વર્ષે ગુજરાત રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી એકપણ તાલુકો વરસાદી પાણી વગર રહ્યું નથી. રાજ્યમાં તમામ જગ્યાઓ પર વરસી રહેલા ભારે વરસાદના કારણે અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.
સોમવારે ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ડાંગના વઘઈમાં 11 ઇંચ વરસ્યો. રાજ્યમાં મોસમનો 61.55 ટકા વરસાદ નોંધાયો. હાલમાં ગુજરાતના સાત જિલ્લામાંથી 21,086 નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને 373 લોકોને રેસ્ક્યુદ્વારા બચાવવામાં આવ્યું.
સોમવારે સવારે છ થી સાંજના છ વાગ્યા સુધી ડાંગના વઘઈમાં 272 મિ.મી., નવસારીના વાંસદામાં 221 મિ.મી., ડાંગના આહવામાં 144 મિ.મી., સુબરીમા 127 મિ.મી., તાપીના વ્યારામાં 87 મિ.મી. તેમજ તાપીના ઉચ્છલમાં 35 મિ.મી. અને નર્મદાના ગરુડેશ્વરમાં 34 મિ.મી. વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે અને તેની સાથે જ આગામી પાંચ દિવસોમાં ઉત્તર ગુજરાતમાં અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેની સાથે જ સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિ સારી રહી છે.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.