આજે રક્ષાબંધન, સોમવાર અને શ્રાવણ માસની પૂનમે અને સ્વાર્થ સિદ્ધિ યોગમાં ઉજવવામાં આવશે. માન્યતા છે કે સિદ્ધિ યોગમાં શુભ કામ કરવાથી જલ્દી સિદ્ધિ થાય છે. રાખડી બાંધવાના મુહૂર્તની વાત કરીએ તો તમે સવારે 9:30 વાગ્યા પછી રાખડી બાંધી શકો છો, કારણ કે સવારે 9:29 સુધી ભદ્રા છે.
શું છે ભદ્રા અને શા માટે ભદ્રામાં રાખડી ન બાંધવી જોઈએ
ભદ્રાને સરળ શબ્દોમાં અશુભ મુહૂર્ત કહી શકાય છે. કેટલાક વિદ્વાનો માને છે કે ભદ્રા શનિદેવની બહેન છે. ભદ્રાનો સ્વભાવ પણ શનિદેવની જેમ ક્રૂર છે. જ્યોતિષમાં આ એક વિશેષ કાળ માનવામાં આવે છે, આ સમયમાં કોઇપણ શુભ કામ શરૂ કરી શકાતા નથી. એક બીજી કથા અનુસાર રાવણને તેની બહેને આ અશુભ મુહૂર્તમાં રાખડી બાંધી હોવાથી તેનો વિનાશ થયો હતો.
રક્ષાબંધનના શુભ મુહૂર્ત
રાખડી બાંધવાનું મુહૂર્ત 09:27:30 થી 21:11:21 સુધી
રક્ષાબંધન આરંભ મુહૂર્ત 13:45:16 થી 16:23:16 સુધી
રક્ષાબંધન પ્રદોષ મુહૂર્ત 19:01:15 થી 21:11:21 સુધી
મુહૂર્ત સમય – 11 કલાક 43 મિનીટ
આ પણ વાંચો : કોરોના વાયરસના કારણે જો તમારી બહેન તમારા ઘરે નથી આવી શકતી, તો તમે આમની પાસે બંધાવી શકો છો રાખડી
29 વર્ષ પછી બન્યો આ યોગ
આ વર્ષે રક્ષાબંધન પર સર્વાર્થ સિદ્ધિ અને દિર્ઘાયુ આયુષ્યમાન યોગની સાથે જ સૂર્ય શનિનો સમસપ્તક યોગ, સોમવતી પૂર્ણિમા, મકરનો ચંદ્રમા શ્રવણ નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર અને પ્રીતિ યોગ બની રહ્યો છે. આ પહેલા આ સંયોગ વર્ષ 1991ના રોજ બન્યો હતો. આ સંયોગને કૃષિ ક્ષેત્ર માટે વિશેષ ફળદાયી માનવામાં આવે છે.
આ પણ વાંચો : રક્ષાબંધનમાં ભાઈ માટે બહેન લાવશે આ ગિફ્ટ, જે તેને બચાવશે કોરોનાના સંક્રમણથી
