સુરતમાં વધતા જતા કોરોના સંકટ સામે દરેક લોકો દ્રઠ નિશ્ચય સાથે લડી રહ્યા છે. સુરતમાં જ્યારથી કોરોના મહામારીએ પગપેશારો કર્યો ત્યારથી વોરિયર તરીકે ફરજ બજાવી રહેલા એકતા ટ્રસ્ટ ના સભ્યો સાથે આજે શક્તિ ફાઉન્ડેશન ના ડૉ સોનલ રોચાણી, સીમા કાલા વાડિયા, દર્શના જાની અને રાજશ્રી નાયક દ્વારા રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી.

સુરતમાં કોરોનાના કારણે જે દર્દીઓના મૃત્યુ થાય છે તેમના પાર્થિવ દેહની ની અંતિમ ક્રિયા કરનાર એવા એકતા ટ્રસ્ટ ના અબ્દુલ મલબારી, ફિરોઝ મલિક અને અન્ય તમામ સભ્યો ને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી. તે ઉપરાંત, તેમને મીઠાઈ,ખાદી ના ટ્રીપલ લેયર માસ્ક, વિટામિન સી અને ઝીંક ની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી દવાની ભેટ આપવામાં આવી.

એકતા ટ્રસ્ટના મેમ્બરને સિમ્સ સ્ટુડિયો ના સીમા કાલા વાડિયા દ્વારા ડિઝાઇન કરેલા ખાસ ખાદીના, લવિંગ અને કપૂરની સુગંધ વાળા માસ્ક આપવામાં આવ્યા હતા. આ માસ્કના CM રૂપાણી અને PM નરેન્દ્ર મોદીએ પણ વખાણ કાર્ય છે.

આ વિશે વાત કરતા ડૉ. સોનલ રોચાણી એ જણાવ્યું હતું કે, “અબ્દુલ ભાઈ અને એમની ટીમવર્તમાન પરિસ્થિતિમાં દેવદૂત ની જેમ સુરતના લોકો ની રક્ષા કરી રહ્યા છે. સાચા અર્થમાં એ ભાઈ ની ફરજ નિભાવી રહ્યા છે. માટે, તેમને રાખડી બાંધીને એમના લાંબા આયુષ્ય માટે કામના કરવી જોઈએ. તેની સાથે અમે ખાસ માસ્ક અને રોગ પ્રતિકારક શક્તિ વધારતી દવાઓ ભેટ આપી હતી”.
આ પણ વાંચો : શું સુરત તંત્ર છુપાવી રહ્યું છે કોરોનાથી થતા મોતના આંકડા ? જોવા મળી રહ્યો સરકારી ચોપડે ફરક
