અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિ પૂજન કર્યા પછી વડાપ્રધાન મોદીએ સભાને સંબોધિત કરી. તેમણે જણાવ્યું કે દુનિયાના કેટલા દેશો અને ક્યા-કયા રૂપમાં ભગવાન રામ હાજર છે. પીએમ મોદીએ કહ્યું ભારતની આસ્થામાં રામ છે, ભરતના આદર્શોમાં રામ છે. ભારતની દિવ્યતામાં રામ છે, ભારતના દર્શનમાં રામ છે. પીએમ મોદીએ કહ્યું, તુલસીના રામ સગુણ રામ છે, તો નાનક અને કબીરના રામ નિર્ગુણ રામ છે. ભગવાન બુદ્ધ પણ રામ સાથે જોડાયેલા છે. તો જ વર્ષોથી આ અયોધ્યા નગરી જૈન ધર્મની આસ્થાનું કેન્દ્ર પણ બની રહી છે. રામની આ જ સર્વવ્યાપકતા ભારતની વિવિધતામાં એકતાનું જીવન ચરિત્ર છે. આજે પણ ભારતની બહાર એવા ડર્ઝનો દેશ છે જ્યાં ભાષામાં રામ પ્રચલિત છે.

વિશ્વ ઘણા દેશોમાં રામ કથાનું વિવરણ
પીએમ મોદીએ કહ્યું, તમિલ, મલયાલમ, બાંગ્લા, કાશ્મીર, પંજાબીમાં રામ છે. વિશ્વના ઘણા લોકો પોતાની જાતને રામ સાથે જોડાયેલા માને છે. કંબોડિયા, થાઈલેન્ડ, મલેશિયા, ઈરાનમાં પણ રામ કથાઓનું વિવરણ મળશે. નેપાળ અને શ્રીલંકામાં તો રામનો આત્મીય સંબંધ જોડાયેલો છે. રામ દુનિયાના દરેક રૂપમાં વસેલા છે. આજે દેશભરના લોકોના સહયોગથી રામ મંદિર નિર્માણનું આ પુણ્યનું કાર્ય શરૂ થયું છે. જેવી રીતે પથ્થરો પર શ્રીરામ લખીને રામ સેતુ બનાવવામાં આવ્યો હતો, તેવી રીતે ઘર ઘર, ગામેગામથી શ્રદ્ધાપૂર્વક પુજાયેલી શિલાઓ અહીં ઉર્જાઓનો સ્ત્રોત બની ગઈ છે.
ભારતની આત્મામાં રામ
પીએમ મોદીએ કહ્યું, રામ ભારતની આત્મા છે. જેવી રીતે દલિત, પછાત, આદિવાસીઓ દરેક વર્ગે આઝાદીની લડાઈમાં મહાત્મા ગાંધીનો સહયોગ કર્યો. વિદેશ આક્રાંતાઓ વિરુદ્ધ રાજા સુહેલદેવનો સહયોગ મળ્યો. તેવી રીતે તમામના સહયોગથી રામ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે.
આજે રામ જન્મભૂમિ મુક્ત થઇ
પીએમ મોદીએ સમગ્ર દેશને અભિનંદન પાઠવાતા કહ્યું, ભારત આજે સરયૂના કિનારે સ્વર્ણિમ ઈતિહાસ રચી રહ્યું છે. આખું ભારત રામમય છે. દરેક મન દીપમય છે. આજે સમગ્ર ભારત ભાવુક છે. સદીઓનો ઈતંજાર આજ સમાપ્ત થઈ રહ્યો છે. વર્ષો સુધી ટેન્ટ નીચે રહેલાં અમારા રામલલ્લા માટે ભવ્ય મંદિરનું નિર્માણ થશે. તૂટવું અને ફરીથી ઉભું થવું એ સદીઓનાં બંધનથી આજે રામ જન્મભૂમિ મુક્ત થયો છે.
આ પણ વાંચો : રામ મંદિરના ભૂમિ પૂજનમાં વર્ષો લાગ્યા, હવે કેટલા સમયમાં તૈયાર થશે ભવ્ય મંદિર ?
