બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ વિરુદ્ધ રાંચી કોર્ટે અરેસ્ટ વોરંટ જારી કર્યો છે. અમિષા પટેલ પર પ્રોડ્યૂસર અજય કુમારે અઢી કરોડ રૂપિયાનો ચેક બાઉન્સનો આરોપ લગાવ્યો છે. અજયના આક્ષેપ છે કે, તેમણે વર્ષ 2018માં ફિલ્મ દેશી મેજીક બનાવવા માટે 3 કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. ત્યાર પછી જયારે પણ તેઓ અમિષા પાસે પૈસા માંગતા એ વાત ગમે તે રીતે વાળી દેતી અથવા કોઈ પ્રતિક્રિયા ન આપતી.
પછી જયારે ફિલ્મ ફ્લોપ થઇ ગઈ તો પ્રોડ્યુસરે પૈસા માંગ્યા. અમિષા એ અઢી કરોડનો ચેક આપ્યો. પરંતુ જયારે ચેક બેન્કમાં ગયો ત્યારે બાઉન્સ થઇ ગયો. આ બાબતે અમીષાના વિરુદ્ધ રાંચી કોર્ટમાં છેતરપિંડીનો કેસ ચાલે છે. અજયે જણાવ્યું કે કેસ નોંધાવ્યા પછી થી લઇ અત્યાર સુધી અમિષા સાથે સંપર્ક કરવાની કોશિશ કરવામાં આવી, પરંતુ તેમણે એકવાર પણ રિસ્પોન્સ ન આપ્યો.

ત્યાર પછી અમિષાને સમસ મોકલવામાં આવ્યું અને પૈસાને લઇ કોર્ટમાં કાર્યવાહી ચાલતી રહી. જણાવવાનું કે 3 કરોડની છેતરપિંડીના કારણે ચર્ચામાં ચાલી રહેલ અમિષા પટેલ પોતાના જમાનામાં બોલીવુડની પ્રખ્યાત એક્ટ્રેસમાં સામેલ હતી. અમિષા પર એ પણ આક્ષેપો છે કે પૈસા માંગવા પર પ્રખ્યાત લોકોની સાથે પોતાના ફોટા બતાવી ધમકાવાની પણ કોશિશ કરી હતી. અમિષા પર આ પ્રકારનો પહેલો મામલો નથી આ પહેલા પણ તેમની પણ છેતરપિંડીના આરોપો લાગી ચુક્યા છે. .

એ પહેલા અમિષા પર 11 લાખ રૂપિયા લીધા પછી ઓર્ગનાઈઝર્સ સાથે છેતરપિંડી કરવાનો આરોપો લાગ્યો હતો. અમિષા પર આક્ષેપો હતા કે તેમને એક વેડિંગ ઇવેન્ટમાં આવીને ડાન્સ કરવા માટે 11 લાખ રૂપિયા લીધા હતા. પરંતુ પૈસા લીધા પછી તે ઇવેન્ટમાં પહોંચી ન હતી. આ રકમ આરોપી રાજકુમાર દ્વારા ન્યુ મેક્સ એન્ટરટેઈમેન્ટ કંપનીના નામથી લેવામાં આવી હતી. અમિષા પર આ આરોપ મુરાદાબાદના ડ્રીમવિઝન ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની ચલાવનાર મનોજ વર્માએ લગાવ્યા હતા.
