ભારતીય વાયુ સેનામાં મહિલા ફાયટર પાયલોટોની ભર્તી શરુ થયા બાદ ફ્લાઇટ લેફ્ટિનેન્ટ શિવાંગી સિંહ(shivangi singh) દુનિયાના સર્વોત્તમ શ્રેણીના લડાકુ વિમાનોમાંથી એક રાફેલ(Rafale)ની પહેલી મહિલા ફાયટર(woman fighter) બનવા જઈ રહી છે. બીએચયૂથી એનસીસી કરનારી શિવાંગીએ ભારતીય વાયુ સેનાની રાફેલ સ્કાડ્રનની પહેલી મહિલા ફાઈટર પાયલટ બનવાનું સૌભાગ્ય મેળવશે.

કોણ છે શિવાંગી સિંહ
- રાફેલ ઉડાવનાર પહેલી મહિલા પાયલોટ બનશે શિવાંગી
- શિવાંગી બિહારના મુઝફ્ફરપુરની રહેવાસી છે
- શિવાંગીએ મહિલા ફાયટર પાયલેટોના બીજી બેંચના ભાગ રુપે 2017માં વાયુ સેનામાં કમિશન મળ્યું હતુ
- ફ્લાઈટ લેફ્ટનન્ટ શિવાંગી સિંહ હાલમાં પ્રશિક્ષણના દોરમાં
- શિવાંગી અંબાલામાં 17 સ્કાડ્રન ગોલ્ડન અરોમાં ભાગ લેશે
- શિવાંગી સિંહ મિગ 21 બાઈસન ઉડાવી રહી છે
- અંબાલામાં શિવાંગી વિંગ કમાન્ડર અભિનંદન સાથે કામ કરી ચૂકી છે
આ પણ વાંચો : કોરોના બાદ ગુજરાતમાં વધુ એક જીવલેણ બિમારીનો હુમલો, એકજ દિવસમાં 27 કેસ સામે આવ્યા
શું કહ્યું શિવાંગીના પિતાએ

શિવાંગીના પિતાએ કહ્યું, તેનુ સપનું હતુ કે તે વિમાન ઉડાડે. અમને લોકોને ગર્વ છે કે અમારી દીકરી બનારસની સાથે દેશનું નામ રોશન કરશે. શિવાંગી 2013થી 2016 સુધી બીએચયૂના એનસીસીનું પ્રશિક્ષણ લીધુ હતુ અને સનબીમ ભગવાનપુરથી બીએસસી કર્યુ હતું.
આ પણ વાંચો : બોલીવુડનું ડ્રગ્સ કનેકશન : દીપિકા સહીત 50 એક્ટર્સ, પ્રોડ્યુસર અને ડાયરેક્ટર NCBની લિસ્ટમાં
