20 સપ્ટેમ્બર ના રોજ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ નિષ્ફળ ટ્રાન્જેકશન ના ટર્ન રાઉન્ડ ટાઈમ (TAT) વળતરને લઇ ગાઇડલાઇન બહાર પાડી છે. ગાઇડલાઇન અનુસાર જો ટ્રાન્જેકશન અસફળ થાય અને ખાતામાંથી પૈસા કપાય તો બેંકે નક્કી કરેલ સમયમાં ગ્રાહકોને પૈસા પરત કરવા પડશે। જો બાઈક સમય દરમિયાન પૈસા પરત ન કરે તો બેંકે 100 રૂપિયા પ્રતિ દિવસના હિસાબે ગ્રાહકોને દંડ ભરવો પડશે.
રૂપિયા પરત કરવાની સમય મર્યાદા
- જો ગ્રાહકોના ખાતા માંથી રૂપિયા કપાય અને ATM માંથી ન નીકળે તો બેંકે ગ્રાહકને 5 દિવસની અંદર પૈસા પરત કરવાના રહેશે.
- સ્વાઇપ મશીન અને AEPS ટ્રાન્જેકશન ફેલ થાય અને ખાતા માંથી પૈસા કપાય તો બેંકે 5 દિવસની અંદર પૈસા પરત કરવાના રહેશે.
- ઓનલાઈન પેમેન્ટ કરતી વખતે જો ટ્રાન્જેકશન નિષ્ફળ જાય અને એકાઉન્ટ માટે પૈસા કપાય તો બેંકે 5 દિવસની અંદર આ સમસ્યાનો નિકાલ લાવવો પડશે.
- પોઇન્ટ ઓફ સેલ ( PoS ) ટ્રાન્જેકશન મામલે માં પણ જો એકાઉન્ટ માંથી પૈસા કપાય પરંતુ મર્ચન્ટ લોકેશન પર કોર્ન્ફર્મેશન ન થાય અથવા ચાર્જ સીટ જનરેટ ન થાય તે માટે પણ બેન્કને 5 દિવસનો સમય આપવામાં છે.
- ઈમિડિએટ પેમેન્ટ સિસ્ટમ ( IMPS ) અને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ ( UPI ) દ્વારા ટ્રાન્જેકશન ફેલ થાય એવી સ્થિતિમાં બેન્કોએ 1 દિવસમાં પૈસા પરત કરવાના રહેશે.
જણાવવાનું કે ટ્રાન્જેકશન નિષ્ફળ થવાને લગતી સમસ્યા ના નીવાડા માટે RBI ની યુનિફોર્મ ગાઈડ લાઈન પહેલા દરેક બેન્કની પોતપોતાની નીતિ હતી