હાલમાં તહેવારોનું એટલે કે ફેસ્ટિવલ સીઝન ચાલુ છે. ફેસ્ટિવલ સીઝનમાં સૌથી વધુ રોકડની જરૂરિયાત હોય છે. આ સીઝનની વચ્ચે જ તમામ મીડિયા રિપોર્ટસમાં સમાચાર આવી રહ્યા છે કે 2 હજાર રૂપિયાની નોટ ATM માંથી ધીરે-ધીરે કરીને હટાવવામાં આવી રહી છે. તેમજ 2 હજારની નોટને હટાવવાની શરૂઆત દેશની સૌથી મોટી બેંક એસબીઆઈથી થઇ ગઈ છે.
તેમજ ગત્ત બે-ત્રણ દિવસથી મળી રહેલા સમાચાર મુજબ આરબીઆઇના આદેશ પર એસબીઆઇના નાના શહેરોમાંના ATM માંથી 2 હજાર રૂપિયાની નોટ રાખવાના સ્લોટ (કૈસેટ) હટાવવામાં આવી રહ્યા છે. આ સ્લોટના જગ્યાએ બેંક 100 રૂપિયા, 200 રૂપિયા અને 500 રૂપિયાનો સ્લોટ વધારે રહી છે.
2 હજારની નોટ હટાવવાના સમાચારને RBI એ અફવા ગણાવી
મળેલા સમાચાર એ છે કે એસબીઆઈ નાના શહેરોમાં 2 હજારની નોટને બંધ કરવા માટે તબક્કાવાર રીતે કામ કરી રહી છે. તેમજ રિપોર્ટ્સમાં એ પણ કહેવામાં આવ્યું છે કે લોકોમાં અફવા ના ફેલાઈ જાય કે સરકાર 2 હજાર રૂપિયાની નોટ બંધ કરી રહી છે. આ કારણે ધીરે-ધીરે ATMથી હટાવવાની તૈયારી કરવામાં આવી રહી છે
એક રિપોર્ટ પ્રમાણે એસબીઆઈ એ ઉત્તર પ્રદેશના કાનપુર મંડળથી આની શરૂઆત થઇ ગઈ છે. જેનામાં એસબીઆઈ ના એક સિનિયર અધિકારીએ કહ્યું કે ATM માં 2 હજાર રૂપિયાની નવી નોટ નાખવામાં નથી આવી રહી.
આરબીઆઇ એ કહ્યું કે સમાચાર ખોટા છે. તેમજ તેમણે આ સમાચારોને અફવા ગણાવતા કહ્યું છે કે 2 હજારની નોટના પ્રતિબંધના સમાચાર તદ્દન ખોટા છે. આરબીઆઇ એ આવો કોઈ પણ પ્રકારનો આદેશ કોઈપણ બેંકને નથી આપ્યો.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.