ગુજરાતમાં હેલ્મેટના કાયદાને લઇ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મોટું નિવેદન આપ્યું છે. રાજ્યમાં થોડા સમય પહેલા જ નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓમાં હેલ્મેટ પહેરવામાંથી મુક્તિ આપવામાં આવી હતી જેમાં સીએમ એ કહ્યું હતું કે હેલ્મેટનો કાયદો રદ નથી કર્યો, માત્ર સ્થગિત કરવામાં આવ્યો છે હેલમેટના કાયદો ગુજરાતમાં અમલી નહીં થાય તે પ્રકારના અહેવાલોને આધારે રાજ્ય સરકારની મુશ્કેલી વધી હતી. ત્યારે આ પ્રકારનો ખુલાસો કરવામાં આવ્યો છે. જોકે, જે તે સમયે હેલ્મેટ મરજિયાતની જાહેરાત કરતી વખતે પણ વાહનવ્યવહાર મંત્રીએ સ્પષ્ટ કહ્યુ હતુ કે આ કાયદો સ્થિગિત કરવામાં આવી રહ્યો છે.

સુપ્રિમ કોર્ટ દ્વારા રચાયેલી રોડ સેફ્ટી કાઉન્સિલ દ્વારા હેલમેટના કાયદાનો અમલ નહિ કરવાના ગુજરાત સરકારના નિર્ણય પર રાજ્યના મુખ્ય સચિવ અનિલ મૂકીમને પત્ર લખીને ખુલાસો પૂછવામાં આવ્યો છે. આ મામલે જણાવતા મુખ્યમંત્રી હેલ્મેટનો કાયદો સ્થગિત કર્યાનો ખુલાસો કર્યો હતી મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે આ અંગેનો યોગ્ય ખુલાસો ચીફ સેક્રેટરી તરફથી મોકલી દેવામાં આવશે.
ચોથી ડિસેમ્બર, 2019ના રોજ કેબિનેટ બેઠક બાદ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મંત્રી આર.સી. ફળદુએ હેલ્મેટ ના કાયદાની અમલી શહેરી વિસ્તારમાં નહિ કરવા અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, હેલ્મેટ ફરજીયાત કરવા મામલે સરકારને તમામ શહેરોમાંથી અને સોશિયલ મીડિયા પર ઉગ્ર રજુઆતો મળી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોની ખૂબ નારાજગી જોવા મળી હતી. આથી સરકાર હેલ્મેટ મરજિયાત કરવા અંગે વિચારવા મજબૂર બની હતી.

NewsAayog ફેસબુક, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે +919104135991 અમને તમારું નામ અને શહેરનું નામ મેસેજ કરો.