દુનિયાભરમાં ચાલી રહેલી કોરોના મહામારીને નાથવા માટે દરેક વૈજ્ઞાનિકો અને સંશોધનકર્તાઓ તેનો હલ શોધવા પાછળ દિવસ-રાત એક કરી રહ્યા છે. તેવામાં એક સંશોધનકર્તાઓની ટીમે સર્જરી દરમિયાન દર્દીના નાકમાંથી કાઢવામાં આવેલા ટિશ પર રિસર્ચ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે, કોવિડ-19થી સંક્રમિત થવા પર દર્દીની સૂંઘવાની ક્ષમતા ખોઈ બેસે છે, પછી ભલે તેમનામાં કોવિડના લક્ષણ દેખાય કે નહીં.

રિસર્ચ દરમિયાન જાણવા મળ્યું કે, નાકનો જે હિસ્સો સૂંઘવામાં મદદ કરે છે ત્યાં angiotensin-converting enzyme II (ACE-2) નું સ્તર ઘણું વધારે હતું. આ એન્ઝાઈમને કોરોના સંક્રમણ માટેનું પ્રવેશ બિંદુ માનવામાં આવે છે. જ્યાંથી કોરોના વાયરસ શરીરની કોશિકાઓમાં પ્રવેશ કરે છે.

આ રિસર્ચમાં 23 જેટલા દર્દીઓના નાકના ટિશુના સેમ્પલ લેવામાં આવ્યા હતા. તેમણે સાત કોરોના પીડિત દર્દીઓના વિંડપાઈપનું પણ રિસર્ચ કર્યું હતું.
