લોકડાઉનમાં દરેક જણ પોતાની કુકીંગ સ્કીલનો સારી રીતે ઉપયોગ કરી રહ્યા છે. નાનાથી લઈને મોટા સુધી દરેક જણાએ નાસ્તાથી માંડીને બેકિંગ પર પોતાનો હાથ અજમાવ્યો હશે. તો આજે ગરમીમાં રાહત પમાડે તેવી એક સરળ રેસિપીની વાત કરીએ. પારલે-જી દરેકનું પસંદ હોય છે તો ચાલે આજે પારલે-જીને ચાની સાથે ખાવાને બદલે તેની કુલ્ફી બનાવીએ.
સામગ્રીઃ
- પારલે-જી 1 પેકેટ
- 2 ચમચી ખાંડ
- 1 કપ દૂધ
- અડધો કપ ક્રીમ
- 1 ચમચી કોકો પાવડર
- વેનિલા એસેન્સ 2-3 ટીપાં
બનાવવાની રીતઃ
પારલે-જીના બિસ્કીટને એક મિક્સર ગ્રાઈન્ડરમાં ક્રશ કરી લો. હવે તેમાં ખાંડ નાખીને ફરીથી ક્રશ કરી લો. પછી તેમાં ક્રીમ અને દૂધ, કોકો પાવડર અન વેનિલા એસેન્સ નાખીને ફરીથી ગ્રાઈન્ડ કરી લો.
તમારી પાસે ક્રીમ ના હોય તો તમે ઘરની મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. તમે તમારી પસંદગી પ્રમાણે કોકો પાવડર નાખી શકો છો. કુલ્ફીને વધારે ચોકલેટી કરવી હોય તો તેમાં ચોકલેટ ચિપ્સના ટુકડા નાખી શકો છો.

હવે આ મિશ્રણને કુલ્ફીના મોલ્ડમાં નાખી દો. ઉપરથી તમારે ચોકલેટ ચિપ્સ નાખવી હોય તો નાખી શકો છો. આ મોલ્ડને 4-5 કલાક માટે ડીપ ફ્રીઝરમાં સેટ થવા માટે મૂકો. તો તૈયાર છે પારલે-જી બિસ્કીટની કુલ્ફી.
