હૈદરાબાદમાં મહિલા ડોક્ટર સાથે રેપ અને પછી હત્યા કરનારા આરોપીઓને પોલીસે એન્કાઉન્ટરમાં ઠાર કરી દીધા છે. શુક્રવારે સવારે જયારે સમગ્ર દેશ ઊંઘ માંથી ઉઠ્યો, ત્યારે જ ખબર આવી કે પોલીસ સાથે થયેલા એક એન્કાઉન્ટરમાં ચારો આરોપીઓ થાર થઇ ગયા છે. જણાવી દઈએ કે પોલીસ-આરોપીઓ વચ્ચે એ મુઠભેડ ત્યાં જ થયું જ્યાં આ હેવાનોએ દિશા(બદલેલું નામ) સાથે બળાત્કાર કર્યો હતો.
ગુરુવારની રાત પોલીસ અને આ ચાર આરોપીઓ વચ્ચે એવું તો શું થાય, જે તેઓનું એન્કાઉન્ટર થઇ ગયું. રાતની સમગ્ર ઘટના શું રહી. જાણો સમગ્ર ઘટના ક્રમ

- હૈદરાબાદ પોલીસને દિશાના આરોપીઓની 7 દિવસની કસ્ટડી મળી હતી.
- પોલીસ આ સાત દિવસમાં પૂછપરછ કરી રહી હતી અને એ જ દરમિયાન સીનને રીક્રીએટ આરોપીઓને એ જગ્યા પર લઇ ગઈ, જ્યાં તેઓએ દિશા સાથે રેપ કર્યો હતો અને એને જીવતી સળગાવી દીધી હતી.
- પોલીસનો દાવો છે કે સીન રિક્રિએશન દરમિયાન આરોપીઓએ પોલીસ પર હુમલો કરી દીધો અને ત્યાંથી ભાગવાની કોશિશ કરી.
- પોલીસ અને આરોપીઓ વચ્ચે એ જ દરમિયાન એન્કાઉન્ટર થયું અને પોલીસના હાથો એન્કાઉન્ટરમાં ચારો આરોપીઓ ઠાર થઇ ગયા.
- આ એન્કાઉન્ટર હૈદરાબાદના નેશનલ હાઇવે 44 પર થયું

જણાવી દઈએ કે હૈદરાબાદમાં 27 નવેમ્બરે સ્કૂટી પર જઈ રહેલી મહિલાઓ સાથે ચાર આરોપીએ દુષ્કર્મ આચાર્ય હતું અને એને એને જીવતી સળગાવી દીધી છે. ત્યાર પછી સમગ્ર દેશ ચોંકી ગયો હતો. દેશના કેટલાક ભાગોમાં આ મામલા વિરુદ્ધ પ્રદર્શન થયું, રસ્તાઓ પર પ્રદર્શન થયું સંસદમાં પણ બબાલ થઇ.
દેશમાં બધા જ માંગ કરી રહ્યા હતા કે દિશાના આરોપીઓને જલ્દી સજા આપવામાં આવે અને શુક્રવારે સવારે આ એન્કાઉન્ટરની ખબર આવી ગઈ.

દિશાના પિતાએ કરી હતી આરોપીઓને જલ્દી સજાની માંગ
મહિલા ડોક્ટરના પિતાએ મંગળવારે કહ્યું હતું કે આરોપીઓને જેટલી જલ્દી સંભવ હોય એટલી જલ્દી સજા આપવી જોઈએ. કેટલા કાયદાઓ બનાવવામાં આવ્યા પરંતુ તેનું પાલન નથી થઇ રહ્યું. એમણે નિર્ભય કેસનું ઉદાહરણ આપતા કહ્યું હતું કે હજુ સુધી હેવાનોને સજા મળી નથી. આરોપીઓને ફાંસી પર લટકાવવું જોઈએ
જણાવી દઈએ કે 7 વર્ષ પહેલા 16 ડિસેમ્બર 2012ના રોજ દિલ્હીમાં ચાલતી બસમાં નિર્ભયા સાથે થયેલી ઘટનાને સમગ્ર દેશને આક્રોશમાં લાવી દીધો હતો. મામલો ફાસ્ટ ટ્રેકમાં જતો રહ્યો અને આરોપીઓને મોત ની સજા સંભળાવવામાં આવી, પરંતુ હજુ સુધી આરોપીઓને ફાંસી પર લટકાવવામાં આવ્યા નથી.
